Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 255
________________ ૩૨ એમને નિમવામાં આવ્યા હતા. પણ ત્યાં જવાનું થાય તે આગમચ અમદાવાદના શહેરીઓએ ડ એફ એજ્યુકેશનને અમદાવાદમાં ઈંગ્રેજી શાળા ખેલવા અરજી કરી તે પરથી તેના હેડમાસ્તર તરીકે એડે એમને અમદાવાદ માલી આપ્યા. અમદાવાદમાં પૂર્વે મિશનરીઓની અંગ્રેજી સ્કુલ ચાલતી હતી પણ એક એ પ્રસંગે ઢેડના છેાકરાને શાળામાં દાખલ કરતાં કેટલીક કેટલીક કટુતા ઉદ્ભવેલી, તેમ તેમાં ધાર્મિક શિક્ષણ—બાઇબલનું અપાતું તે ઘણાને પસંદ પડતું નહિ. આ પરિસ્થિતિમાં શહેરના આગેવાન શહેરીએ કલેકટરને અગલે મળીને અમદાવાદમાં અંગ્રેજી નિશાળ કાઢવાની માગણી કરી હતી; તે પરથી એડે એમને એવા ઉત્તર આપ્યા હતો કે શહેરીએ શાળાનું મકાન બંધાવી આપે તેા શાળા કાઢવાની તજવીજ કરવામાં આવશે.× શહેરીઓએ રૂ. ૪૦૦૦) નું ઉઘરાણું કરીને સરકારને સોંપ્યા, એટલે એડે રા. સા. ભોગીલાલભાઇની રૂ. ૧૦૦) ના માસિક પગારથી અમદાવાદની ઈંગ્રેજી શાળાના હેડમાસ્તર તરીકે નિમણુંક કરી હતી, એલ્ફીન્સ્ટન ઇન્સ્ટીટટ્યુટના પ્રેસિડન્ટે એમના વિષે લખ્યું હતું કે, “ હું મી. ભાગીલાલ પ્રાણવલ્લભદાસને કેટલાક વર્ષો થયાં એલ્ફીન્સ્ટન ઇન્સ્ટીટયુટના સંબંધને લીધે ઓળખું છું. પ્રથમ એક વિદ્યાર્થી તરીકે અને પાછળથી તે અત્યાર સુધી એક કાબેલ શિક્ષક તરીકે. આ બન્ને સંબધોમાં તેમના ઉંચા ગુણાથી મને એટલા બધા સાષ થયા છે કે તેમને માટે મારાથી અને તેટલી સખ્ત ભલામણ હું કરૂં તે તેને માટે તે પુરતા યોગ્ય છે.” અને વધુ ખુશી થવા જેવું એ છે કે “ એલ્ફીન્સ્ટન ઇન્સ્ટીટયુટનો સબધ છેડતા પહેલાં ઇન્સ્ટીટયુટના પ્રેફેસરાએ તથા ડે પણ દેશીઓને ગૌનંદ પમાડનારૂં વિસ્તારપૂર્વક સરટીશીકેટ તેમને બઢ્યું. ” તા. ૧ લી નવેમ્બર સન ૧૮૪૫ ના રાજ એમણે ચાર્જ લીધે અને એ શાળામાં આજિદન સુધીમાં મી. અંબાલાલ, સી. ગીમી, મી. ઉત્તમરામ, મી. સયાણી, મી. ધ્રુવ વગેરે નામાંક્તિ હેડમાસ્તરા થઈ ગયા છે, તેમાં તે અંગ્રેજી શાળાના `િસ, દી. બા. તલાટી, દી. બા. નોકરીમાં જેમ * એ મસનલાલ વખતચ’કૃત ‘ અમદાવાદના ઇતિહાસ ’-પૃ. ૧૮૨ ↑ રા. સા. ભાગીદ્યાલ ચિત્ર, પૃ. ૧૮. * રા. સા. ભાગીલાલ પ્રાણવાભાસ ચરિત્ર, પૃ. ૧૮

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300