Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૩૯
એમનું અત્રે બાર વરશ રહેવું થયું તે દરમીયાન ગુસ્સાથી કઈ દિવસ આંખ સરખી પણ લાલ થએલી જોવામાં આવી નથી. તેઓ સાહેબ ક્ષમા, દયા, ધર્મ અને ઉદારતાને આબેહુબ નમુને છે. પિતાનાં હેદ્દાનું કામ કરી લઈ બાકીને બધો વખત તેઓ પરોપકાર અને દેશ કલ્યાણના કામમાં રોકે છે. હિમાભાઈ ઈન્સ્ટીટયુટ લાઈબ્રેરીના પ્રેસીડેંટ, ગુજરાત વર્નાકયુલર
સાઇટીના સેક્રેટરી શેઠાણી કન્યાશાળાના સેક્રેટરી, બાળલગ્ન નિષેધક મંડળીના પ્રમુખ, દેશી ઉદ્યમ વર્ધક મંડળીનું ઉપાસના કરનાર, પ્રાર્થના સમાજના ઉપાધ્યક્ષ, અને બંગાળા દુકાળ અને અમદાવાદ રેલ વગેરે રીલીફ ફંડ કમિટીના સેક્રેટરી તરીકે લૌકિક કામ ઉલટથી કરવામાં તેમણે કંઈ બાકી રાખી નથી. વિદ્યાવૃદ્ધિની બાબતમાં તથા ભાષણ કરવામાં, સભા ભરાવવામાં તેઓએ બહુ ખંત રાખી ઉત્તેજન આપ્યું. આ સગુણી, લોકપ્રિય ને ઉમદા પુરૂષ કઈ જોવામાં આવ્યો નથી."*
વળી અહિંના હિતેચ્છુ પત્રને પણ એમની જબરી ઓથ હતી. એ પત્રમાં એઓ વારંવાર લેખો લખતા. ખાસ કરીને વડોદરા રાજ્યના ગેરવહિવટ વિષે લખેલા એમના લેખે વધુ ખેંચાણકારક નિવડ્યા હતા.
ગુજરાતમાં વસીને તેઓ ગુજરાતી બની ગયા હતા. પોતે દક્ષિણી હોવા છતાં ગુજરાતી ભાષા પર સારું પ્રભુત્વ મેળવ્યું હતું અને રા. નરસિંહરાવભાઈના શબ્દો વાપરીને કહીશું કે, ગુજરાતી ભાષા પણ માતૃભાષા જેવી સરલતાથી તેઓ બોલતા હતા.
બુદ્ધિપ્રકાશમાં એમણે આપણું ઇતિહાસ, સાહિત્ય, સંસ્કૃતિ વગેરે વિષયો પર પુષ્કળ લેખ લખેલા છે, જે એમના બહોળા વાચન, અભ્યાસ અને વિદ્વતાને સરસ પરિચય કરાવે છે.
વળી “આગમ પ્રકાશ” અને “નિગમ પ્રકાશ” એ બે પુસ્તકો પ્રથમ ગુજરાતીમાં લખ્યાં હતાં, જેનું પાછળથી એમણે મરાઠીમાં રૂપાંતર કર્યું હતું.
ગુજરાતનો ઇતિહાસ પણ એમણે લખ્યું હતું. ખાસકરીને એમની “ઐતિહાસિક ગોષ્ટિ” ના બે પુસ્તક આજે પણ મહત્વનાં અને વાચનીય માલુમ પડશે. એમાંથી ‘અમદાવાદના કાજી સાહેબ” એ નામની એક ગેષ્ટિ આપીશું. એ જ વિષયને ચર્ચત “ગેડને રાસડો” પ્રથમ અપાઈ ચૂક્યો છે.
બુદ્ધિપ્રકાશ, સન ૧૮૭૭, પૃ. ૮૩. * લોકહિતવાદી, પૃ. ૪૧