Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૩૧
અને ૭૨ ની સાલમાં પ્રેમાનંદ કૃત દશમ સ્કંધ વગેરેમાંથી શબ્દો કાઢવાનું કામ ચાલશે.
એ કામમાં આસિસ્ટંટ સેક્રેટરીના તાબામાં એ કારકુનો આપ્યા છે. તેના પગારના દર મહીને રૂ. ૨૦ તથા કાગળ ખર્ચે આશરે રૂ. ૩ થાય છે તે મેહેરબાન ડાક્ટર બ્યુલર સાહેબ-એજ્યુકેશનલ ઈન્સ્પેકટર સાહેબ તરફથી મળ્યું છે. ”§
આજે વર્ષે ૪૪૨૧ નવા શબ્દો દશમ સ્કંધ, દયારામકૃત કાવ્યસંગ્રહે, સામળકૃત સુડામાંતેરી અને ગીરધરકૃત રામાયણમાંથી ઉમેરાયા હતા, અને ત્રીજે વર્ષે ખીજા પચીસસે શબ્દો વધ્યા હતા; તે સાથે એમ દર્શાવાયું છે કે તેના ખર્ચામાં સરકારે રૂ. ૧૮૦ અને ડા. ક્યુલરે પદરના રૂ. ૧૨૫ આપ્યા હતા.
સન ૧૮૭૪માં એ શબ્દસંગ્રહ કુલ ૨૪૯૨૧ શબ્દોને થયે। હતા અને સન ૧૮૭૫ માં ૨૦૦૦ નવા શબ્દો તેમાં સંગ્રહાયા હતા; પણ તે પછી એ કામ અટકી પડે છે. એજ વર્ષોંના રીપોર્ટ માં જણાવાયું છે કે,
66
તે ખાતામાં (કાશ ) જે કારકુન રાખવા પડેલા તેનું તમામ ખર્ચ મેહેરઆન જી. બ્યુલર સાહેબે તથા ડાયરેકટર ઓફ પબ્લીક ઇન્સ્ટ્રકશન સાહેબે આપેલું છે, માટે એ શબ્દો બ્યુલર સાહેબને સોંપવામાં આવશે. ” વળી સન ૧૮૭૬ ના રીપોર્ટ માં તે વિષે વધુમાં એવી હકીકત મળી આવે છે કે, “ તે સાહેબને એવા વિચાર છે કે, એક કમિટી હરાવીને તે શબ્દો ઉપયાગમાં લઇને કાશ રચાવવા; તે તેમની ોગવાઈ આવશે ત્યારે કરશે. ”
કાશનુ કામ આ પ્રમાણે ડેલવાયુ તેની વધુ કોઇ નોંધ એ પછીના વાર્ષિક રીપોટ માં કાઈ સ્થળે મળતી નથી. છેક સન ૧૮૯૩ સુધી પહોંચીએ છીએ ત્યારે બેડી–પ્રશ્નની ચર્ચા થતાં કમિટીને શબ્દસંગ્રહ પ્રથમ કરવાની જરૂર લાગે છે અને બુદ્ધિપ્રકાશમાં શબ્દ લખી મેાકલવાની જાહેર ખબર આપી, એ શબ્દસંગ્રહનું !!મ નવેસર ઉપાડી લેવાને તે નિર્ણય કરે છે, એમ તે વર્ષના રીપોર્ટ પરથી સમજાય છે.
આ પ્રશ્ન કમિટી સમક્ષ કેવા સંજોગમાં આવ્યેા, કાના તરફથી તે ઉપસ્થિત થયા, એની કાંઇ માહિતી મળતી નથી; પરંતુ સન ૧૮૯૮ ના રીપોર્ટમાં એવું લખાણ કરેલું છે કે, ગુજરાતી ભાષાના શબ્દોની જોડણી
§ ગુ. વ. સા. ને સન ૧૮૭૧ ના રીપેા', પૃ. ૨ * ગુ. વ. સેા. ને સન ૧૮૭૬ ના રીપેા', પૃ. ૫