Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧પ૧
શું શું બન્યું તેમની રાજ્યનીતી કેવી હતી. તા. તેમણે શાંશ પરાક્રમ કરયા. એ વિગેરે, નાભિચા પુરૂષનાં જન્મ ચરિત્ર, હસવાની વાતે વિશય એટલે એમ કે ફલાણ બાબતથી કેટલા ફાયદા ને કેટલા ગેરફાયદા થાય છે, તા. એ મહીનામાં બનેલી વાતને સાર એ વીગેરે બીજી ઘણુક પ્રકારની બાબતો કે જેથી વિદ્યા અને બુદ્ધિ વધે ને લોકોને બહુ ફાયદો થાય એવી આ મંડળીને જે બાબતે લાગશે તે પણ આ ચોપાન્યામાં દાખલ કરવામાં આવશે. વિદ્યા અભ્યાશક મંડળી આ પાનું ચલાવશે પણ હરકોઈ મહેરબાની કરીને આ પાન્યાને માટે લોકેને ઉપયોગી બાબતે લખી મોક લશે, તે મહટી મહેરબાની થશે. મેં આ પાનું ચલાવનારને સારી પેઠે આશા છે, કે સરવે દેશી તથા સાહેબ લેકે સારે આશરે આપશે.”x
પરંતુ એ વ્યવસ્થા સુગમ થઈ પડી નહિ; એ કામ એમને એમના ગજા ઉપરાંતનું જણ્યું. તેથી એ તંત્ર સાઈટીને ઉપાડી લેવા ફરજ પડી અને તેનું સંપાદન કાર્ય આસિ. સેક્રેટરી હરિલાલ મોહનલાલને સંપાયું. પણ ટુંક મુદતમાં એસાઈટીમાંથી તેઓ છૂટા થતાં, બુદ્ધિપ્રકાશને ચાર્જ મગનલાલ વખતચંદે સંભાળી લીધો. એઓ પણ સન ૧૮૫૫ માં સરકારી નોકરીમાં જોડાતાં, નવી મુશ્કેલી આવી પડી અને સારા કાર્યકર્તાના અભાવે સોસાઈટીનું નાવ ડામાડોળ થવા માંડયું; અને તે ક્યારે ડૂબશે એ કહેવું અચોકકસ થઈ પડયું. આ કટોકટીના મામલામાં ઐન સેક્રેટરી મી. કટિસે કવિ દલપતરામને સોસાઈટીના આસિ. સેક્રેટરી થવાને સૂચવ્યું; અને મીફાર્બસે તે અભિપ્રાયને અનુમોદન આપતાં, દલપતરામે સાદરામાં સરકારી સારા લાભની નોકરીમાંથી મુક્ત થઈને પિતાનું સર્વસ્વ સેસાઇટીને–ગુજરાતી જનતાની સેવામાં અર્પણ કર્યું, અને બુદ્ધિપ્રકાશનું તંત્રીપદ લેતાં, સન ૧૮૫૫ ના જુલાઈ અંકમાં તેમણે લખ્યું હતું કે,
જે જે સર્જન જગતમાં, પઢશે બુદ્ધિપ્રકાશ; તે તેની દલપત કહે, પ્રભુ પૂરી કર આશ.
વાંચનારા મહેરબાનેને વિજ્ઞમી જે હું દલપતરામ ડાહ્યાભાઈ સાદરાના મહેરબાન પુલેટીકાલ સાહેબની હજુર કચેરીમાં મુલકગીરી દફતરના હેડ કારકુનનું કામ કરતો હતો ત્યારથી વરનાક્યુલર સેશાઈટીના મેંબર મહેરબાન વાલીશર સાહેબ વિગેરેના અભિ
* બુદ્ધિપ્રકાશ, સન ૧૮૫૪. * રેવાકાંઠાના પુલેટીકાલ.