Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પર
પ્રાય લેઈ સાસાઇટીના સેક્રેટરી ટી.ખી. માસ્તર કટીસ સાહેબે–મહીકાંઠાના પુલેટીકાલ સાહેબને કેટલીએક તરેથી શાપારશ કરી ઘણા આગ્રહથી મને સાસાટી ખાતામાં ખેાલાવી લીધા. તેા મને પણ બીજાં કામ કરવા કરતાં મારા દેશના સુધારાનું પરાપકારી કામ કરવાની ઘણી ખુશી છે. તેથી મહીકાંઠાના મહેરબન પુલેટીકાલ સાહેબે મારા ફાયદા સારૂં મને ઘણા દીલાસે મેટા દરને મલવાના દીધા, તાપણ સાસાઇટીના કવેશ્વરની જગા, એ સરવથી મોટા દરો સમજીને આ જગા મેં કબુલ કરીને સેવટ એજટ સાંહેબને રાજીખુશી કરીને હું અહી આવો. તા
હવેથી આ સોસાઈટી તરફથી બુદ્ધિપ્રકાશ ચેાપાનીયાં જે છપાશે તેમાં કેટલાએક વિષય મારા બનાવેલા આવશે. તે મારી મહેનત સાંમું જેને મહેરબાની કરીને આ ચોપાનીયું ખુબ દીલ લગાડીને તમારે વાંચવું. તે બીજાને વાંચી સંભળાવવું તે જે રીતે એ ચેાપાનીયાનો વધારે ફેલાવ થાય, એ રીતે કરવામાં મેહેનત લેવી જોઇયે, કે જેથી આપણા દેશનું કલ્યાંણ થાય. લોકોની બુદ્ધિના વધારા થાય એ કામ મેટા પરોપકારનું છે.
૧ આ ચેાપાનીયામાં કાંઈ વધતા ઓછી વાત લખાઈ જાય તે એ વીશે મહેરની કરીને પત્રદ્રારે મને લખી જણાવવું.
૧ કોઈ પ્રશ્ન મને પુછ્યાને ચાહતા હૈ। તા તે વીશે પત્ર લખવા. એટલે માહારી બુદ્ધિ પ્રમાંણે તેને ઉત્તર આ ચેાપાનીયામાં પ્રસિદ્ધ ફરવા લાયક છું તેા કરીશ.
૧ કાંઇ ચરચાપત્ર લખશે! તે તે વીશે પણ ઉપર લખા પ્રમાણે વીચારમાં લાવીશ.
૧ આપણા દેશમાં વિદ્યા ને સુધારા શી રીતે થાય. એ વીશેના અભિપ્રાય ૯ખી મોકલશે તો ઘણું સારૂં.
૧ આ ચેાપાનીયામાં કોઇ વખત ઘણી સારામાં સારી વાત તમને પસંદ પડે એવી છપાય ત્યારે તમારે અમને લખી જણાવવું. કે જેથી અમને’ માલમ પડે કે આવી વાતો વાંચવાથી તમેા ખુશી છે વા પછી તેવી બાબતે વીશેષ લખીશું. ને જે ખાખત તમને મુલ પસંદ ન પડે તે તે પણ લખી જણાવશે તે તે વીશે વીચાર કરીશું.
૧ આ ચેાપાનીયામાં જે ભાષા છપાય છે, તેમાં પણ શુદ્દે અશુદ્ધ વીશે લખશે! તેા તે ઉપર પણ વીચાર કરીશું.