Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૫૩
આ ચેાપાનીયાં ભરૂચ, સુરત, મુંબાઇ, તથા કાઠીયાવાડ, કચ્છ, કરાંચી અંદર, શીંધ, હૈદરાબાદ, ન્હાની મારવાડ વીલાયત વીગેરે દેશાવરામાં ઘણે કાણે જાય છે.
તારીખ ૧ જુલાઈ સને ૧૮૫૫ સંવત ૧૯૧૧ ના પ્રથમ અશાડ વદી ખીજને વાર રવેવું.
""
કા. દલપતરામ ડાઆભાઈ હી. ”+
સાસાઇટીમાંથી નિવૃત્ત થતાં સુધી એમણે એ ત ંત્રીપદને શોભાવ્યું હતું. માત્ર એમને આંખનું દરદ થતાં બે વખત દવા કરાવવાને રજા લેવી પડેલી, તે ગાળામાં રણછોડભાઈ ઉદયરામ અને શાસ્ત્રી વૃજલાલ કાલિદાસે આસિ. સેક્રેટરી તરીકે એ પત્રને એડિટ કર્યું હતું.
સન ૧૮૫૪ થી ૧૮૭૮ સુધીનાં બુદ્ધિપ્રકાશનાં પુસ્તકાની સૂચી પરિશિષ્ટ ૪ માં આપી છે, તે નેતાં જણાશે કે તેમાં કેવા કેવા વિષયેા અને તે વળી વિવિધ પ્રકારના પ્રકટ થતા હતા; અને લેખક વ ની નામાવિલેમાં મગનલાલ વખતચંદ, મનઃસુખરામ સૂર્યરામ, રણછેાડભાઈ ઉદયરામ, રા. સા. ભોગીલાલ પ્રાણવલ્લભદાસ, રા. સા. મહીપતરામ રૂપરામ, રા. સા. મેાહનલાલ રણછોડદાસ, રા. સા. પ્રાણલાલ મથુરાંદાસ, શ્રીયુત વિષ્ણુ નરસોપંત, શાસ્ત્રી ધૃજલાલ કાલિદાસ, હરગોવિંદદાસ કાંટાવાળા, લાલશકર મિયાશ`કર, વિઠ્ઠલદાસ ધનજીભાઈ, ખુશાલદાસ ગેાકળદાસ, ગેાપાલ હિરદેશમુખ (લેાકહિત વાદીની સંજ્ઞાથી) વગેરે જાણીતા નામેા મુખ્યત્વે નજરે પડશે; એટલું જ નહિ પણ દરેકનું વ્યક્તિત્વ-ખાસીએત એમના લેખામાં સ્પષ્ટ રીતે અંકિત થતું જણાશે.
કવિ દલપતરામ ! એમાં નિયમિત રીતે લખતા રહેતા; અને એમના લેખા-કવિતા માટે લેાકને અજબ આકર્ષણ હતું. એ રીતે બુદ્ધિપ્રકાશમાં લખેલા એમના લેખાના જથા થાડેા નથી; અને તેમાંના ઘણાખરા સ્વતંત્ર પુસ્તક રૂપે પ્રસિદ્ધ થયલાં છે. ખરૂં કહીએ તા બુદ્ધિપ્રકાશની લેાકપ્રિયતા કવિને આભારી હતી; એએજ તેના આત્મારૂપ હતા.
પ્રથમ એ પખવાડિક હતું. તેની પૃષ્ટ સંખ્યા ૧૬ ની હતી અને કિમ્મત છૂટક અંકની દોઢ આના હતી; પણ વિદ્યાભ્યાસક મ`ડળીએ તેને માસક કરી નાંખીને, તેની પૃષ્ટ સંખ્યા પણ ઘટાડી ૧૨ કરી; અને તેની કિમ્મત અ'કની એક આના રાખી અને જેએ વર્ષે આખરે લવાજમ ભરે તેમના
+ બુદ્ધિપ્રકાશ, સન ૧૮૫૫, પૃ. ૭-૯૮.