Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૧૨
રૂ.૪૧૦૦ ના વ્યાજની રકમ દક્ષિણ સાઈટીને દર સાલ આપવાને ઠરાવ થયો. અને બાકી રૂ. ૪૧૦૦ ના વ્યાજની રકમ ગુજરાત વર્નાકયુલર
સાઈટીને દર સાલ આપવી, એમ ઠરાવ થયો. તે વિશે સેક્રેટરી સાહેબે વાર્ષિક રિપોર્ટમાં એસ. એસ. ડીકનસન સાહેબ તરફથી તા. ૧૦ મી ફેબ્રુઆરી સન ૧૮૫ર નો તથા મુંબઈ સરકાર તરફથી તા. ૬ ઠ્ઠી ફેબ્રુઆરી સન ૧૮૫ર નો લખેલો એ રીતે બે પત્રો આવ્યા છે. તેમાં લખે છે કે રૂ. ૮૨૦૦એકઠા થયા છે અને તેનું નામ વિલોબી ફંડ રાખ્યું છે. તે પશ્ચિમ હિંદુસ્તાનની ભાષાને ઉત્તેજન આપવા સારૂ છે. અને તેમાંથી રૂ. ૪૧૦૦ નું વ્યાજ જ્યાં સુધી ગુજરાત વર્નાકયુલર સેસટી હશે ત્યાં સુધી તેને દર વરસે મળશે. તે ઘણી ખુશીની વાત છે."*
કવિ દલપતરામ વળી શેઠ સેરાબજી જમશેદજીને સોસાઈટીને હેતુ અને એનું જ્ઞાનપ્રચારનું કાર્ય સમજાવીને રૂ. ૨૫૦૦) શેઠ તરફથી ઈનામ નિબંધ. લખાવવાને પ્રાપ્ત કર્યા હતા, એ બીના અગાઉ જણાવવામાં આવી છે. વળી નિબંધે રચાવવા માટે અન્ય રકમ છૂટક છૂટક પ્રાપ્ત થયેલી તેને ઉલ્લેખ થયેલ છે.
પણ એકસામટી રૂ. ૧૦,૦૦૦ ની મોટી રકમ સોસાઈટીને ભેટ કરવાને યશ તે તે વખતના મુંબઈના રૂના રાજા શેઠ પ્રેમચંદ રાયચંદને છે. એમની સખાવતે જગજાહેર છે. મુંબઈમાં રાજાબાઈ ટાવર, સુરતમાં કન્યાશાળા, ભરૂચમાં પુસ્તકાલય, પ્રેમચંદ રાયચંદ ફેલોશીપ કલકત્તા યુનિવસિટીમાં, અને આપણું અમદાવાદમાં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કેલેજ વગેરે એમની જ ઉદાર મદદને આભારી છે. જેમ એમણે બહોળું ધન મેળવ્યું તેમ સખાવતના કામમાં તે નાણું ઉદાર દિલથી વાપર્યું હતું. (એમના વિષે વધુ માહિતી મેળવવા ઈચ્છનારે મ. દિનશા એદલજી વાછારચિત શેઠ પ્રેમચંદ. રાયચંદનું ચરિત્ર જેવું.)
એ શેઠ અમદાવાદ પધારતાં કવિ એમને સોસાઈટીની વાર્ષિક સભામાં તા. ૧૮ મી ફેબ્રુઆરી ૧૮૬૫) નિમંત્રણ આપી તેડી લાવ્યા હતા. તે પ્રસંગે ઍન. સેક્રેટરી મી. કટિસે સભામાં નીચે પ્રમાણે ઠરાવ રજુ કર્યો હતો
ગુજરાત વર્નાકયુલર સોસાઇટીએ જે હેતુ ધાર્યો છે તે ઘણું અગત્યને છે, એવું સભાસદો સમજીને તે સાઈટીનું ભંડોળ વધારવા અને તેને હિતને પુષ્ટિ આપવા સારૂ તેમનાથી બનતે પ્રયત્ન કરવાને બંધાય છે.” * બુદ્ધિપ્રકાશ, સન ૧૮૭૮, પૃ. ૫૮
ગુ, વ. સે. ને સન ૧૮૬૦ થી ૬૪ ને રીપેટ, પૃ. ૧૮.