Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પ્રકરણ ૧૯.
એનરરી સેક્રેટરીઓ
સર ઐલિવર લે જ કહે છે કે પુરતા કારણ વગર બનાવ બનતા નથી, અને તે દરના પ્રતિનિધિઓ વહિવટ કરનારાઓ અથવા ટ્રસ્ટીઓ આરામ લીધા કરે છે અગર કોઈ પ્રસંગને અવળો ઉપયોગ કરે છે, ત્યાં સુધી સંભવિત જણાતા સુધારા પણ થઈ શકશે નહિ. પ્રભુદ્વારા તેમ પ્રભુ તરફથી આપણે કાંઈ કરતા હોઈએ એમ સમજવું જોઈએકેટલીક ગેડી બાબતમાં પણ આપણે સારી નિષ્ઠાથી સેવાધર્મ સ્વીકારવો જોઈએ.”
(સામાજિક સેવાના સન્માર્ગ, પૃ. ૯) સંસાઈટીના સંસ્થાપક અને પહેલા ઓનરરી સેક્રેટરી મી. ફોર્બસ વિષે પ્રકરણ ૯ માં કહેવામાં આવ્યું છે. જો કે એઓ જીવ્યા ત્યાં સુધી સસાઈટીના કાર્ય પ્રતિ મમતાભરી નજર રાખતા પણ તેને વહિવટ એક વર્ષથી વધુ વખત તેઓ કરી શકેલા નહિ. પહેલા વર્ષે સોસાઈટીના કાર્યની રૂપરેખા પૂરી દેરી રહ્યા નહિ હોય એવામાં એમની બદલી થઈ હતી અને એમનું મંત્રી તરીકેનું સ્થાન મી. જ મેન્ટેગ્યુ સિવડે લીધું હતું. એ સાહેબ વિષે કાંઈ પણ માહિતી ઉપલબ્ધ નથી. સંસાઈટીની શાળામાં એક ઢેડના છોકરાને દાખલ કરવા એમણે મોકલી આપેલે અને શાળાના માસ્તરે તે સામે વાંધો લેતાં જે પ્રસંગે ઉપસ્થિત થયા હતા તેને ઉલ્લેખ અગાઉં કરવામાં આવેલ છે; અને કવિ દલપતરામે લખેલા સોસાઈટીના વૃત્તાંત પરથી એટલું જાણવામાં આવે છે કે તા. ૨૪ મી સપ્ટેમ્બર સન ૧૮૫૧ માં એએ અમદાવાદ છેડી જતાં અંગ્રેજી સ્કુલના હેડમાસ્તર રા. સા. ભોગીલાલ પ્રાણવલ્લભદાસ સોસાઈટીના આનરરી સેક્રેટરી નિમાય છે.
રા, સા. ભેગીલાલ પ્રાણવલ્લભદાસ એએ જ્ઞાતે દશા પિરવાડ મેશ્રી વણિક હતા. એમનું મૂળ વતન સુરત પણ મોસાળ ગોધરામાં હતું. સુરતમાં મોટી રેલ આવેલી તે વખતે વિપત્તિમાં આવી પડતાં, એમના પિતાશ્રી સહકુટુંબ ગેધર જઈ વસ્યા હતા. પછીથી સ્થિતિ કંઈક સુધરતાં તેઓ સુરત પાછા ગયા અને ત્યાંથી ધંધાને અંગે