Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પ્રકરણ ૧૮.
સાસાઈટીનું અધારણ,
“ Laws do not put the least restrain, Upon our freedom, but maintain't; Or if it does, 'tis for our good,
To give us freer latitude; For wholesome laws preserve us free, By stinting of our liberity.
Butler.
.
કોઈ એક નવી સંસ્થાનું બંધારણ પ્રથમથી રચી તે પ્રમાણે વહિવટ કરવા જતાં કંઈ ને કંઈ મુશ્કેલી આવી નડે છે. સામાન્ય અનુભવ એમ કહે છે કે બંધારણ જેમ સરલ અને સક્ષેપ તેમ તેના વિહવટમાં સુગમતા વધુ રહે છે; એટલુંજ નહિ પણ તે મ`ડળી વાસસ્થાના ભાવિ વિકાસ અને પ્રગતિમાં તે મદદગાર થાય છે. ખાસ કરીને જ્યાં કાઈ નવીસવી પ્રવૃત્તિ આદરવાની હોય, કોઈ નવા ચીલે! પાડવાના હોય, ત્યાં કાયદા કરતાં વ્યવહારુ દૃષ્ટિએ થેટીક ક્લમાનું, ખપપુરતું બંધારણ ઘડાયું હોય એ વધુ ઉપયેાગી અને સગવડભર્યું થાય છે.
સાસાઇટીના સંસ્થાપકોએ તે સમયની પરિસ્થિતિ વિચારીને તે માટે જે નિયમે ચેાજ્યા હતા તે જેમ વ્યવહારૂ તેમ મુદ્દાસર માલુમ પડશે. વળી સાસાઇટીના ઉદ્દેશ એટલા વિસ્તૃત અને વ્યાપક રાખ્યા હતા કે એમાં સાહિત્ય, કેળવણી અને જ્ઞાનપ્રચારને લગતી સર્વ કાઇ પ્રવૃત્તિના સમાવેશ થઈ શકે.
પ્રથમ સભા સાસાઇટી સ્થાપવાને તા. ૨૬ મી ડિસેમ્બર સન ૧૮૪૮ ના રાજ મળી તેમાં નીચેના નિયમા ઠરાવરૂપે મજુર કરવામાં આવ્યા હતાઃ ૧ ઠરાવવામાં આવ્યું કે હવે એક મંડળી કરવી. તેનું નામ “ગુજરાત વર્નાક્યુલર સોસટી” એવું પાડવું.
૨ આ મંડળીના હેતુ ગુજરાતી ભાષામાં ગ્રંથા વધારવાને રાખવા.