Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૧
ઠરાવવામાં આવ્યું કે વરશેાવરસ રૂપીઆ આપનારા હોય તે દર વરશે અગાઉથી તા. ૧ લી જાનેવારીએ ભરવા જોઇએ.”
ઘણાખરા હિંદીઓ સાસાટીનેા લાભ તે વખતે તેના તરફથી કાઢવામાં આવેલી નેટીવ લાઇબ્રેરીના સભાસદ થઇને લેતા; અથવા તે વાર્ષિક રૂપિયા એક આપીને બુદ્ધિપ્રકાશન ગ્રાહક થતા; પણ સાસાઇટીના સભાસદો થનારની સંખ્યા જૂજ હતી, તેનું કારણ એમ સમજાય છે કે તેનુ વાર્ષિક લવાજમ રૂ. ૧૦) લોકોને ભારે પડતું હોવું જોઇએ અને આજીવન સભાસદ થવાને રૂ. ૫૦) હરાવ્યા હતા એ, તે સમયે આપનાર ગણીગાંઠી જ વ્યક્તિએ મળી આવે એમ હતું. વધુમાં એ કાર્ય નવું હેાઇ, તેને આશય પણ ચેડાના લક્ષમાં આવે એ દેખીતું છે:
આ સંખ્યા કોઈ પણ રીતે વધે એ હેતુથી સન ૧૮૫૬ માં વાર્ષિક સભા મળી હતી તેમાં નીચે મુજબ દરખાસ્ત રજુ થઇ આવન સભાસદોને અમુક લાભા આપવાને ઠરાવ કર્યો હતા.
“ જે લેાકેા વર્ષો વર્ષો દસ રૂપીયા ભરે છે તે લોકોને તે વર્ષમાં છપાયેલી ચેાપડીએની અકેક પરત મંગાવે તે તેમને મફત આપવી. પણ તે સરવે ચેાપડીયેાની કીંમત દસ રૂપીયાથી વધારે નહી થવી જોઇએ. અને જે લોકોયે રૂ. ૫૦) અથવા તેથી ાસ્તી સામટા આપેલા હોય, તેમને પણ તે વમાં છપાયેલી ચેાપડીયે ઉપર મુજબ મક્ત આપવી. ”x
તાપણુ સભાસદોની સંખ્યામાં જોઇએ તેવા સાયકારક વધારા થયે નહોતા; તેથી સન ૧૮૫૮-૫૯ ના રીપોર્ટમાં (પૃ. ૧૧–૧૨) સેક્રેટરી લખે છે કે: સાસાઇટીને જોઇએ તેવાં સાધન નહિ હતાં તથા લોકો તરફથી ધણીજ એછી મદદ મળી એવું છતાં જ્યારે આટલું બધું થયું ત્યારે જે બધાય સાહેબ લોકો અને દેશી અધિકારિઓ તથા ગુજરાતમાંના સુધરેલા સર્વે લેાકેા કે જેના ઊપર સાસાઇટીને વાજબી હક છે તે પોતાના ખરા અંત:કરણથી સાસાઈટીને મદદ આપે ા કેવા સારે। પરિણામ થાય! જે ગુજરાત પ્રાંતનું ભલું થવાની ઈચ્છા રાખે છે તેમની પાસેથી સાસાટીને મદદ મળવાની કમિટી સંપૂરણ આશા રાખે છે.”
66
* બુદ્ધિપ્રકાશ, સન ૧૮૭૯, પૃ. ૫-૬.
* સન ૧૮૫૪-૫૫ ને ગુ. વ. સેાસાટીના રીપેર્ટ, પૃ. ૨૨