Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૪
રૂા. ૧૦,૦૦૦) શેઠ પ્રેમચંદ રાયચંદ. કે, ૨,૦૦૦) એનએબલ શેઠ પ્રેમાભાઈ હિમાભાઈ. , ૧,૮૦૦) શેઠ જેસંગભાઈ હડીશંગ.
૫૦૦) શેઠ ઉમાભાઈ હડીશંગ. ૩૦૦) રાવબહાદુર શેઠ મગનભાઈ કરમચંદના ભાણેજ.
૫૦) મેહેરબાન ઓલીફન્ટ સાહેબ. , ૫૦) મેહેરબાન ડાઉન સાહેબ.
૧૦૦) મિ. ટિ. બિ. કટિંસ સાહેબ. , પ૦) કવિ દલપતરામ ડાહ્યાભાઈ.”
એ પછી થોડી મુદતમાં મુંબઈના શેરમેનીઆમાં હજારો લે. પાયમાલ થઈ ગયા અને શેઠ પ્રેમચંદ પણ મુશ્કેલીમાં આવી પડ્યા હતા. છતાં સન ૧૮૬૮ માં એ ભેટની રકમ પૂરી એમણે સંસાઈટીને એકલી આપી હતી. એ ઉદાર સહાયતા માટે સોસાઈટી એમની સદા આભારી રહેશે: અને એ ઉપકારની લાગણું કવિએ તેજ વખતે નીચેના શબ્દોમાં દર્શાવી હતીઃ
મનહર છંદ. અવનિને એક ચંદ ઈશ્વરે ઉજાશ માટે, આ એથી અડચો પડે ઘણું કેશ–વા; જ્યારે હોય છે. ચંદ કસુર ન કશી રહે, ક્યાંથી આવે કે ખરી અડચણો ખોસવા; પ્રેમચંદ રાયચંદ, પ્રેમચંદ હેમચંદ જેડચંદ મળ્યા તને, પ્રેમ કરી પિષવા; થયુ તારૂ સિદ્ધ કામ કહે દલપતરામ, હવે તું સસાઈટી ન લાગ અવશેષવા. ૧
ઝૂલણા છંદ, રાવ ખાવાને વિધાત્રિ વૈકુંઠ ગઈ, અધિપતી પાસે અરજી ઉચારી; રાયચંદ પુત્ર પૃથિવી વિષે પ્રેમચંદ, મારિ મગરૂરિ એણે ઉતારી; કઈક લાચારને તે કર્યા લખપતી, ભૂપ જેવા કર્યા કઈ ભિખારી; કરમ લખતાં મને શરમ આવે હવે, કરમની રેખ પર મેખ મારી. * ગુ. વ. સે. ને સન ૧૮૬૦ થી ૧૮૬૪ ને રીપોર્ટ પૃ. ૧૯.૨૦.