Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૫૯
છે, તે ફરીથી નવેથી જુદા જુદા છાપી ચાપડી બનાવાના હક ફક્ત અમારાજ છે. વાસ્તે બધા લોકોને અમેા ઝાહેર કરીએ છીએ જે અમારા વીશયમાંથી કાઈ લેઈને છાપી જુદી ચાપડી જેવું બનાવશે તેા તે ૧૮૪૭ ના આટ ૨૦ માંથી ઊલટા ચાલા એવું કરશે. ”
તેમજ સન ૧૮૬૦ ના રીપોર્ટ માં સેક્રેટરી જણાવે છે:
“ જે લોક આ ચેાપાનીઆ સારૂ વિયા લખી આપે છે, તેમને મહેનતના બદલા મળે છે. તેથી જુવાન વિદ્યાર્થીઓ વગેરેને વિષયો લખવાના ઉલટ વધે છે. ”×
બુદ્ધિપ્રકાશમાં પ્રથમ ધાર્મીક લેખા લેવાના પ્રતિબંધ નહાતા પણ સન ૧૮૭૪ માં “દશ અવતાર” એ નામના લેખ પ્રસિદ્ધ થતાં કંઇક ખટરાગ થયલો સમજાય છે, તેથી કમિટીએ બુદ્ધિપ્રકાશમાં ધામિક લેખો નહિ લેવા એવા નિર્ણય કર્યો હતા.
એવી રીતે રાજકીય વિષયેા નહિ દાખલ કરવા એ વિષે શરૂઆતથી વિદ્યાભ્યાસક મંડળીને મદદ કરવાનું સાસાઇટીએ કખુલ્યું, ત્યારથી તેની સાથે સરત કરી હતી કે “ તેમાં (ચેાપાનીઆમાં ) રાજદ્વારી ખાખતાની તકરાર
છાપવી નહીં. ''+
તે સમયના સામયિક પત્રામાં બુદ્ધિપ્રકાશ અગ્રસ્થાન ભાગવતું, એમ જણાવવાની ભાગ્યે જ જરૂર રહે છે. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એને કાળા મોટા છે અને તે વિસરાય એવા નથી.
સન ૧૮૫૬-૫૭ ના રીપેમાં એન. સેક્રેટરી લખે છે.
66
માસિક ચાપાનિયું બુદ્ધિપ્રકાશ કે જેની ઊમર ૪ વર્ષની થઈ છે તાય પણ આપણી મસ્જી માફક તે આખા દેશમાં દોડવા શિખ્યું નથી, તથાપિ તેના અક્કલબાજ ચલાવનાર કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઇના હાથ નીચે સુધરીને પોતાના જાતભાઈ ખીજા ગુજરાતી ચેપાનિયાં કરતાં તે વિશેષ લોકોનું મન રંજન કરે છે.”
એ અભિપ્રાય તે કાળે સાચે હતા એમ સાહિત્યને વાચકવર્ગ જરૂર સ્વીકારશે.
* બુદ્ધિપ્રકાશ, સન ૧૮૫૫, પૃ. ૧૬.
× ગુ. વ. સે. ને સન ૧૮૬૦ ને રીપોર્ટ, પૃ. ૧૧-૧૨.
- બુદ્ધિપ્રકાશ, સન ૧૮૭૪, પૃ. ૧૪૪ ની સામે પુઠા પર
+ બુદ્ધિપ્રકાશ, સન ૧૮૫૪, પૃ. ૯.
♦ બુધ્ધિપ્રકારા, સન ૧૮૫૮, પૃ. ૫૮.