Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૦૭
ઉપર લખેલા દક્ષિણ વિદ્વાને મરાઠી ભાષામાં પ્રગટ કરે તે ઉપરથી ગુજરાતીમાં તરજુ કરીને પ્રગટ કરતાં સૈટીને મુશ્કેલ પડે નહિ. પણ હજાર ઘરાક થવાં જોઈએ. - ડાયરેકટર ઓફ પબ્લિક ઈન્સ્ટ્રકશન સાહેબનું ઘણું કરીને પુનામાં રહેવાનું થાય છે તેથી સરકાર તરફથી મરાઠી ભાષાને જેટલી મદદ મળે છે એટલી ગુજરાતીને મળતી નથી, સરકારે રૂ. ૫૦૦૦૦) ખરચીને એક કમિટી પાસે મરાઠી ભાષાને કેશ કરાવ્ય; પણ ગુજરાતી ભાષાના કેશને વાતે એની અરધી રકમ પણ સરકાર આપે એમ લાગતું નથી. | ગુજરાત વર્નાકયુલર સોસૈટી દર સાલ એક બે નવાં પુસ્તક રચાવીને પ્રગટ કરે છે. તે એવી રીતે કે સેસટીની કમિટી કે જેમાં વિદ્વાન અને અનુભવી મેમ્બરે છે, તેઓ મળીને પ્રથમથી વિચાર કરે છે કે કિયા વિષય ઉપર પુસ્તક રચાવાની ઘણી જરૂર છે. પછી એવા વિષય શોધી કાઢીને તે ઉપર નિબંધ રચાવે છે. તે એક જ માણસની અક્કલથી રચાત નથી પણ રૂ. ૧૦૦) કે ૧૫૦) નું ઈનામ કરાવીને ઝાહેર ખબર છપાવે છે કે હરેક ઠેકાણાને ગુજરાતી ભાષાને લખનાર આ વિષય ઉપર નિબંધ લખી મોકલશે. તેમાં સૌથી સરસ નિબંધ કમિટી પસંદ કરશે અને ઇનામ આપવા લાયક હશે તોજ તેના લખનારને તે ઇનામ મળશે. હવે વિચારવું કે તે નિબંધ કેટલો બધે ઉપયોગી હો જોઈએ. તેમ છતાં એવા નિબંધ સેર્સટી નાણાં ખરચીને છપાવે છે તે જથાબંધ પડ્યા રહે છે. પાંચ સાત વરસ અગાઉ સરકારની તરફથી સેર્સટીને સારી મદદ મળતી હતી, અને નિશાળમાં ઈનામ વહેચવા સેસટીની જથાબંધ ચોપડિઓ રાખતા હતા. ત્યારે સેસટી પોતાના પુસ્તકની ઓછામાં ઓછી બબે હજાર નકલો છપાવતી હતી પણ સરકારે મદદ બંધ કરી ત્યારથી પાંચસે પાંચસેં નકલો છપાવે છે. એટલી પણ પાંચ વરસમાં ખપી જતી નથી.
સને ૧૮૭૩માં સે સે રૂપીઆના ઇનામી ચાર નિબંધ સેરોટીએ છપાવ્યા હતા. તેનાં નામઃ
નકલ ૧ જમણવાર વિશે નિબંધ ૧૦૦૦ ૨ ગુજરાતના ભિખારી વિશે પ૦૦ ૩ કેફ વિશે નિબંધ
૫૦૦ ૪ દૈવજ્ઞ દર્પણ
૫૦૦