Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પ્રકરણ ૧૬,
અન્ય પ્રવૃત્તિઓ.
“ઇનામ આપીને કે પુસ્તકની પ્રતે ખરીદીને ભાષાન્તરરૂપે કે મૂળ પુસ્તકો ગુજરાતી ભાષામાં લખાવવાને ઉત્તેજન આપવું.” (ગુ. વ. સે. ને સન ૧૮૪૮ થી ૧૮૯૮ ને પચાસ વર્ષને
રીપાટ, પૃ. ૬૯.) સરકારી અંગ્રેજી અને ગુજરાતી શાળાઓના વિદ્યાર્થીઓની કઈ મુકરર ગુજરાતી પુસ્તકમાં પરીક્ષા લેવી, અને તેમની પાસે કોઈ મુકરર વિષય ઉપર નિબંધ લખાવવો. (ગુ. વ. સે. ને સન ૧૮૪૮ થી ૧૮૯૮ ને પચાસ વર્ષને
રીપાટ, પૃ. ૭૦ ) દેશકાળ અને લોકસ્થિતિ, નજર સમીપ રાખીને સોસાઈટીએ શરૂઆતથી કેળવણુ, સાહિત્ય અને જ્ઞાનપ્રચારના પ્રશ્નોને ઉકેલ જુદે જુદે માર્ગે અનેક દિશાપ્રતિ આરંભ્યો હતો, જેમાંના કેટલાક, જેમકે વર્તમાનપત્ર, પુસ્તકાલય, કન્યાશાળા, પાઠ્ય પુસ્તકો વગેરેની હકીકત અગાઉ અપાઈ ચૂકી છે, તેથી બાકી રહેલી બીજી પ્રવૃત્તિઓનું આ પ્રકરણમાં વિવેચન કરીશું.
લેખક તરફથી રચાઈ આવતા સઘળા ગ્રંથને સાઇટી ન જ છપાવી શકે એ ખુલ્લું છે; પણ જેમના પ્રયાસ ઉત્તેજનપાત્ર હોય એવા લેખકને મદદની અને તેમના કાર્યની કદર થવાની જરૂર રહે છે, એ સૂત્ર સ્વીકારીને સોસાઈટી, જેઓ મદદ માટે માગણી કરતા તે લેખકના ગ્રંથની અમુક પ્રત ઉત્તજન તરીકે ખરીદ કરતી. એ રીતે પહેલા વર્ષમાં પાંચ સાત લેખકોને ઉત્તેજન આપ્યાના દાખલા મળે છે. વચમાં નાણાં સંકેચને લઈને એ કામ કઈક મંદ પડ્યું હતું; પણ સન ૧૮૬૮ પછીના લગભગ બધા રીપેર્ટમાં ઉત્તેજન તરીકે અન્ય લેખકોનાં પુસ્તક ખરીદ કર્યાના ખર્ચની વિગત મળે છે અને તે રૂઢિ અદ્યાપિ ચાલુ છે. આ ઉત્તેજન માટેનાં પુસ્તકે ખરીદ કરવાને એટલી મોટી સંખ્યામાં માગણી થતી રહેતી કે સન ૧૮૬૯ ના વાર્ષિક રીપેર્ટમાં (પૃ. ૧૨) ઍનરરી સેક્રેટરી મી. સ્કોટને તે વિષે નીચે મુજબ ઉગારે કાઢવા પડયા હતા—