Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૫૫
સને ૧૮૭૧ માં તેનું લવાજમ વધારીને રૂિપયા દેઢ કરવામાં આવ્યું હતું. તે સંબંધમાં સન ૧૮૭૦ ના ડિસેમ્બર અંકના બુદ્ધિપ્રકાશના પુંઠા પર નીચે મુજબ જાહેર ખબર છાપેલી છે.
જાહેર ખબર
અમદાવાદ બુદ્ધિપ્રકાશ ચેાપાનીઆના સર્વે ધરાકાને જાહેર કરવામાં આવે છે જે—આગળ આ ચેાપાનીઉં હલકા કાગળા ઉપર શિલાપ્રેસમાં છપાતું હતું ત્યારે દર સાલના એક રૂપૈયા કિંમત હરાવી હતી. પછી ટાઈપથી સારા કાગળા ઉપર છાપવા માંડયું, તેથી ખર્ચ વધારે થાય છે તે પુરૂં થતું નથી. માટે સાસાઈટીના સેક્રેટરી મહેરબાન એમ. એચ. સ્કાટ સાહેબે મેહેરબાન મ્યુલર સાહેથ્સ એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર ઉત્તર વિભાગના સાહેબની સલાહ લઇને આવતી સાલથી દર સાલનેા રૂ. ૧-૮-૦ કે દોઢ રૂપૈયા કિમત ઠરાવી છે. વરસ પુરૂં થયા પછી આપે તેની પાસેથી રૂ. ૨-૦-૦ કે એ રૂપૈયા લેવામાં આવશે.
22
અને સન ૧૮૭૧ ને રીપોર્ટ વાંચતાં માલુમ પડે છે કે લવાજમના વધારાથી બુદ્ધિપ્રકાશના ગ્રાહકની સંખ્યામાં ઘટાડે થવાની ભીતિ રખાતી હતી તે ખાટી પડી હતી અને તેનું વેચાણ ૧૨૦૦ ની આસપાસ રહ્યું હતું. વળી બુદ્ધિપ્રકાશમાં આવતા લેખે માટે લેખકોને પારિતાષિક અપાતું. હતું અને તે વિષેની જાહેર ખબર બુદ્ધિપ્રકાશમાં છાપેલી મળી આવે છે; તેમાં જણાવ્યું છે કે, ઇંગ્રેજીમાંથી, કે સંસ્કૃતમાંથી સાચી બાબતને ગુજરાતીમાં તરજુમા કરીને, અથવા પેાતાના મનના વચારયી સાચી બાબત કાઈ લખી માકલશે, તે સરસ હશે તે બુદ્ધિપ્રકાશમાં દાખલ કરીશું; ને બુદ્ધિપ્રકાશના દર પૃષ્ઠ ૧ ના રૂ. ૧) એક પ્રમાણે તે લખી મોકલનારને છપાયા પછી ફ્રી મળશે. ’+
66
સદરહુ પ્રથા શરૂઆતથી ચાલુ હતી એવું પ્રમાણ આપણને ખીજી રીતે પ્રાપ્ત થાય છે; કેમકે પારિતોષિક આપીને લખાવેલાં લેખાનાં ગ્રંથસ્વામિત્વ. વિષે સન ૧૮૫૫ ના બુદ્ધિપ્રકાશમાં નીચે પ્રમાણે નોંધ લખેલી મળે છે.
“ આ ચેાપાનીયામાં જે વીશય લખાય છે, તેમાંના ઘણાખરા વરનાકયુલર સાસાઇટીના માટેજ ખેલા હોય છે. અને કેટલાક વરનાકયુલર સાસાઇટી રૂપીઆ આપીને લખાવે છે. તેથી એ વીશય ઉપર માલકી વરનાકયુલર સાસાઇટીની છે. તેથી એ વીશય થાડે થાડે છુટક અંકમાં છપાય બુદ્ધિપ્રકાશ, ડિસેમ્બર-પુ’હું-સને ૧૮૬૯.
+