Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૬. રસાળે વાંચી રહ્યા પછી સભામાં બિરાજનાર હરેક જણને તે - રસાળાની બાબત ઊપર તકરાર કરવાને હક છે અને તે તકરારને
નિવા પ્રમુખ પિતાના હાથમાં રાખશે. ૧૭. સભાસદે વિવેક અને અદબથી ચાલવું અને રસાળા લખવામાં અથવા
વિવાદ કરવામાં પરસ્પર નિંદા કરવી નહીં. ૧૮. સભા બાહારના હરકોઈ માણસને વિષય અથવા ભાષણ કરવું હોય તે
કારોબારી મંડળીની રજા જોઈયે. ૧૯. એ સભા શ્રાવણ માસમાં બંધ રહેશે. ૨૦. પરગામીને સભાસદ થવાની મરજી હશે તે તેને પણ સભાસદ
કીધામાં આવશે. ૨૧. જે કંઈ ન સભાસદ દાખલ થશે તેની પાસેથી ઓછામાં ઓછા
બે આના આગળથી લીધામાં આવશે. ૨૨. દરેક સભાને વહિવટ નીચે લખ્યા પ્રમાણે થશે
૧ લું. પ્રમુખે સાંજના ૭ કલાકે ખુરશિયે બિરાજવું. ૨ . ગઈ સભાના વહિવટની હકીકત સેક્રટેરીયે વાંચી સંભળાવવી. ૩ જુ. દરખાસ્ત કરવી. ૪ થું. રસાળો વાંચો અથવા ભાષણ કરવું અને તે ઊપર ઘટતી
રીતે વિવાદ કરે. ૫ મું. આવતી સભામાં રસાળા વાંચવાના હોય અથવા ભાષણ કરવાનું
હોય તે વિષે સેક્રટેરીયે ખબર આપવી. ૬ ઠું. સભા બરખાસ્ત કરવી.
સહી. રણછોડ રામ.
સેકટેરી. રણછોડભાઈએ પ્રસ્તુત મંડળને ટકાવી રાખવામાં સારે ઉત્સાહ દાખવેલો, તેથી અમદાવાદમાંથી છેવટ જતી વખતે એક માનપત્ર એમને મંડળ તરફથી આપવામાં આવ્યું હતું. એ ભાનપત્રમાં નેંધેલી કેટલીક બિના સસાઈટીને ઈતિહાસ અને રણછોડભાઈના ચરિત્ર પરત્વે ઉપયોગી છે અને આપણુ. સાહિત્યના ઇતિહાસમાં એ બનાવને સ્થાન ઘટે છે. એ પ્રસંગનું વર્ણન નીચે પ્રમાણે કરવામાં આવ્યું છે –
“ભાઈ રણછોડ ઉદેરામને માનપત્ર આપવા સારૂ તા. ૧૪ મી ડીસેઅને એજ સાંજના ૬ વાગતાં હીમાભાઈ ઇન્સટીટયુટમાં સભા ભરાઈ
બુદ્ધિપ્રકાશ, સન ૧૮૫૮, પૃ. ૩ થી ૫.