Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૪૬.
પ્રકરણ ૧૫,
બુદ્ધિપ્રકાશ “સન અરાઢ ચોપન તણે, મનહર માર માસ, પ્રથમ થકી ચોપાનિયું, પ્રકટયું બુદ્ધિપ્રકાશ. શશિ સૂરજ તારા તડિત, આપે ભલે ઉજાશ, જડતા તિમિર ટળે નહિ, જ્યાં નહિ બુદ્ધિપ્રકાશ.”
(દલપતકાવ્ય, ભા. ૧, પૃ. ૩ર૩. ) “We are happy to state this publication, ( Buddhiprakash ) which contains articles on History, Natural Philosophy, Morality, the general news of the month, and anything that is likely to be of interest has met with a success greater than was anticipated and bids fair to become ( if it is not so already ) one of the most popular Magazines in the Gujarati language."
T. B. Curtis. (Report, G. V. Society, 1854-55.) ગયા પ્રકરણમાં મંડળીઓ વિષે લખતાં અમે જણાવ્યું હતું કે “બુદ્ધિપ્રકાશ” નામના મંડળે એજ નામનું એક પાનિયું કાઢયું, તેનો પહેલે અંક ૧૫ મી મે સન ૧૮૫૦ ના દિવસે પ્રસિદ્ધ થયો હતો. તે પખવાડિક હતું, અને તેની પૃષ્ટ સંખ્યા ૧૬ ની હતી અને વળી તે લીમાં છપાતું હતું. તે લેવાનું સને અનુકૂળ થાય તે માટે છુટક નકલ દોઢ આને વેચાતી મળતી હતી. એ માસિક કાઢવામાં તેના પ્રયાજકને શો આશય હિતે એ પ્રથમ અંકની શરૂઆતમાં સમજાવે છે, તે પરથી એની રીતિનીતિને ખ્યાલ આવશે.
પ્રસ્તાવના અથવા દબા. આ ચોપાનીયું છપાવનારાઓની એવી ખાતરી થઈ છે કે જે દેશમાં બેલીનું કાંઈ ઠેકાણું નથી, તેરે તરે વાર ચોપડી થએલી નથી, લોકેનું મન વિદ્યા તરફ લાગેલું નથી, મેં તેને લીધે વિદ્યા એ શી વસ્તુ છે. તે ભણ્યાથી શા શા ફાએદા થાઓ છે. એવા દેશમાં મુળ પગરણમાં કંઈ બુદ્ધિ ઉધો,