Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૩૯
સમશેર બહાદુરવાળો તે પિકાર મારે છે. પણ જાણતું નથી, કે નામ મેટાં ને દરષણ ખોટાં છે. આ વિષેની લાજ બધી તમને છે માટે આશા છે કે મારી હકિત ધ્યાનમાં લઈ મારી હાલત સુધારવા તથા મારી મુલાકાત લેવા જરા પણ આંચકો ખાશે નહિ. જે આવી રીતે થયું તે મારી આશા પૂર્ણ થઈ એમ સમજીશ.”
કોણ વ્યાખ્યાતાઓ હતા અને કેવા વિષય પર વ્યાખ્યાન મંડળ હસ્તક અપાતાં હતાં તેની સૂચી પ્રકરણના અંતે પરશિષ્ટ ૩ માં આપી છે; અને તેમાંના ઘણાખરા “બુદ્ધિપ્રકાશ” માં છપાયેલાં જણાશે. અહિં એક ખાસ પ્રસંગને ઉલ્લેખ કરવાનું મન થઈ આવે છે અને એ પ્રસંગ તે મંડળના મંત્રી શ્રી. બાબારાવ ભોળાનાથ કોલેજમાં વધુ અભ્યાસ અર્થે મુંબાઈ જતાં, મંડળ તરફથી એક માનપત્ર અપાયું હતું, તે હતો. એમાં નવીન કે ધ્યાન ખેંચે એવું કાંઈ વિશેષ નથી પણ શરૂઆતમાં માનપત્ર કેમ લખાતાં તેના નમુના તરીકે તેનું મહત્વ છે –
માનપત્ર
અમદાવાદ તા. ર૬ મી ડિસંબર સને ૧૮૫૭ રાજેશ્રી બાબારાવ ભોળાનાથ
વિદ્યાભ્યાસક મંડળના સેક્રેટરી. સાહેબ,
તમેએ વિદ્યાભ્યાસક મંડળિની તરફથી ગયા મે મહિનાથી આજદીન સુધી સેક્રટેરીનું કામ સારી રીતે ચલાવ્યું, તેમાં વચમાં કેટલાએક દહાડા કાંઈ કારણોથી મંડળ બંધ પડી હતી, પણ તમે ઊદ્યોગ કરીનેં પાછી જાગતી કરી અને સારાં સારાં ભાષણ કરવાની સભાસદોને ઊમેદ વધે એ રીતે વચનની મિઠાસથી સહુ સાથે તમે અંતરશુદ્ધ મિત્રતા રાખી એવી તમારી લાયકી અને નમ્રતાને ગુણ અમેં વિસરનાર નથી, અને તમે અહીંની ગુજરાતી સરકારી વિશાળમાં તથા અંગ્રેજી સ્કૂલમાં વિદ્યાભ્યાસ કરીને વળી વિશેષ વિદ્યાભ્યાસ કરવા સારૂ મુંબાઈ તરફ સિધાવવાના છે પણ અમે આશા રાખીયે છેયે કે તમે ત્યાંહાં રહીને આ મંડિળને કોઈ કોઈ વખતે કઈ બેહથી મદદ આપશો, અને અમારી સાથે તમે જે મિત્રાચારી રાખી છે તે વિસારશે નહીં. અમે પરમેશ્વર પાસે માગિયે હૈયે કે
• બુદ્ધિપ્રકાશ, સન ૧૮૫૯, પૃ. ૧૨૬ થી ૧૩.