Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
સર્વ પત્યું. મારે કોઈના આગળ દણાં રવાના રહ્યાં નહિ. જ્યારથી હિમાભાઈ ઈન્સ્ટિટયુટે મને પિતાની ગોદમાં લીધી ત્યારથી તે મારી ઘણી અડચણ દુર થઈ છે; રેહેવાને વાતે સાત હજાર રૂપિયાની હવેલીને મેડે મલ્યો છે; નીચે મનમાન્યાં પુસ્તકો અને વર્તમાનપત્રો ગોઠવાએલાં છે; આ વગેરે સર્વ સુખ સારૂ છે, પણ મારું જીવતર તમારા હાથમાં છે. જે મારા આવરદાની દોરી તમે તાણી, તે તુટી ગયા વગર રહેનાર નથી, અને જ્યારે એમ થયું ત્યારે ઉપરનું સર્વ સુખ શા કામનું.
શહેરના શેઠીઆઓ અને ગૃહસ્થ તમારે પણ મારી મુલાકાત અવશ્ય લેવી જોઈએ. વિદ્વાન લેકે સુધારા વાસ્તે જે જે મહેનત કરે તેમાં તમારે તન મન ને ધનથી મદદ કરવી. તે લેકે તે ફક્ત સારા રસ્તા બતાવશે અને તમને બનતા સુધી મદદ કરશે. પણ જ્યારે તમે મારી મુલાકાત સારૂ આવશે નહિ ત્યારે તમારા જાણવામાં સર્વ વાતે કયાંથી આવશે માટે અવશ્ય તમને ઘટે છે, કે પંદર દહાડે એક બે અવર ફુરસદના કહાડવા. બીજાની ખાતર ના આવે તે મારી ખાતર વાસ્તે આવો. પણ મારી મુલાકાત લ્યો ને લ્યો. તમને ઘણા આગ્રહથી અને નમ્રતાથી કહું છું કે તમે મારું કહેવું ભૂલી જશે નહિ. કેવત છે કે “સમજુને ઇશારત ને મુરખને ટકણી.” તમે ભુલશો નહિ એવી મને આશા છે કે પછી કોણ જાણે. આટલું કહીને તમને અરજ કરવી તે બંધ કરૂ છું પણ તમારા ઉપરી જે નગરશેઠ પ્રેમાભાઈ છે તેમને ઉપરના કરતાં વધારે એટલુંજ કહું છું કે તમારા સ્વર્ગવાસી પિતાજીને કીર્તિસ્થંભ જે “હિમાભાઈ ઇન્સ્ટિટયુટ” તેણે મને પિતાના ખોળામાં લીધી છે, માટે તમે જે મને વિસારી મુકશે તે ઘણું અઘટિત કરયું કેહેવાશે. મને તમારી ખાતરી છે કે તે પણ વખત છે માટે યાદ દેવરાવ્યું. આગળ તે તમે મારી મુલાકાત લેવા ચુક્યા નથી પણ હાલમાં ફુરસદ નહિ મળવાના સબબથી અવાતું નહિ હોય, પણ હવેથી તે આવશે. તમને વધારે કાંઈ કહેવાનું નથી એટલીજ મારી અરજ છે તે દિલમાં રાખવી.
વિદ્વાને, જ્યારે તમારી તરફ નજર કરું છું, ત્યારે મારા દિલમાં ઘણું વિચારે ઉઠે છે, પણ તે આ અવસરે તે સર્વ જવા દઉ છું; તે પણ એક વાત કહું છું કે સર્વ જગ્યાએ ભારે ભભક ઘણો વાગેલો છે, મારું નામ દેશાવર ખાતે ફેલાઈ ગએલું છે તેથી દુરના માણસે તે ધારે છે કે મારાથી કોણ જાણે શેય સુધારે થતું હશે, મેં શાં શાં કામ કરયાં તે જાણવા