Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૩
મુકરર કરવાના હેતુથી ગુજરાતી શબ્દસંગ્રહ કરવાનું કામ કેળવણી ખાતાને મેહેરબાન ડિરેકટર સાહેબે સંસાઈટીને સોંપ્યું છે, અને વધુમાં એવી રીમાર્ક કરેલી છે કે એ શબ્દ સંગ્રહ પર અન્ય વિદ્વાનોના લખાઈ આવેલા અંભિપ્રાય લક્ષમાં લઈને છેવટની જોડણું સસાઈટી તરફથી નિમેલા બે અને કેળવણી ખાતા તરફથી નમેલા બે, એમ ચાર ગૃહની કમિટી મુકરર કરે. એ કમિટીમાં નીચેના ચાર ગૃહ નિમાયા હતાઃ
રા. બા. લાલશંકર ઉમિયાશંકર ૨. રા. રમણભાઈ મહીપતરામ રા, સા. માધવલાલ હરિલાલ દેસાઈ
| ( પ્રિન્સિપાલ ટ્રેનિંગ કૉલેજ). રા, ર. જમિયતરામ ગૌરીશંકર શાસ્ત્રી
(વાઈસ-પ્રિન્સિપાલ ટ્રેનિંગ કૅલેજ ). એ જ વર્ષમાં ઉપર નિર્દેશ કરેલ શબ્દ સંગ્રહ–ચાર ખંડમાં, ડેમી આઠ પેજી ૨૫૮ પૃષ્ટનાં–સોસાઇટીએ છપાવી, તેની પ્રતે વિદ્વાનોને અભિપ્રાય અર્થે મોકલી આપી હતી.
આ વિષયને અહિંથી છોડીશું; કેમકે પ્રથમ ખંડ માટે જે કાળમર્યાદા બાંધી છે, તેની સીમાબહાર આ વૃત્તાંત છે. વિશેષ હકીકત બીજા ખંડમાં યોગ્ય સ્થળે આપવામાં આવશે.
પણ આ પ્રકરણને પુરૂ કરતાં પહેલાં એક મુદ્દા પર અમે જરૂર ભાર મુકીશું કે સરકારી કેળવણું ખાતું સંસાઈટી જેવી સાહિત્ય અને જ્ઞાન પ્રચારનું કાર્ય કરતી સાર્વજનિક સંસ્થા સાથે ચાલુ સહકાર કરે, તેને હમેશાં આર્થિક મદદ આપે, તેની સાહિત્ય અને વિદ્યાને લગતા મહત્વના પ્રશ્નમાં સલાહ અને અભિપ્રાય લે, તે ઉભયના એકત્ર પ્રયત્નથી જે પરિણામ નિપજે, તે જરૂર લપકારી અને પ્રગતિમાન થઈ પડે, તેમજ તેનું કાર્ય સરસ અને સંગીન થાય; જેનાં પ્રત્યક્ષ પ્રમાણે ઉપર નેધેલી હકીકતમાંથી મળી રહે છે. એક લેખકે સાચું જ કહ્યું છે કે –
વિના સહકાર નહિ ઉધાર.”