Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
230
“ અમારા છેલ્લા રીપોટ વાંચતી વખતે ખુશી સાથે અમે જાહેર કર્યું હતું કે લવાજમની મેાટી રકમ ભરાઇ છે, અને એવી ઉમેદ રાખવામાં આવી હતી કે એક ગુજરાતી ભાષાના સારા અને પૂર્ણ કોશ કે જેની ઘણી તંગી છે તે રચવાના આરંભ કરવાને અમારાથી બની શકશે, પણ જણાવવાને દીલગીર છીએ કે જે ભારે રકમ મળવાની અમને આશા મળી હતી તે રકમ આજસુધી નહી મળવાથી કાશ કરવાની બાબતમાં અમે કશું કરી શક્યા નથી; અને જેવી રીતે મરેઠી ભાષાના કોશ સરકારે કરાવ્યા તેવી રીતે ગુજરાતી ભાષાના કોશની તંગી પુરી પાડવાનું કામ સરકાર ઉપર અમારે નાંખવું પડે છે. "×
આ વિષે વધુ માહિતી ખીજા વના એટલે કે સન ૧૮૬૮ ના રીપોટ માં એવી મળે છે કે “ માજી આટિંગ એજ્યુકેશનલ ઈન્સ્પેકટર તે—બ્યુલર સાહેબ સોસાઈટીના લાઇફ મેમ્બર થયા છે અને સાસાઇટીએ ઘણા કાળથી ધારેલા ગુજરાતી કાશ શરૂ કરવામાં તે ચલાવવામાં એઉ સાહેબની ભારે મદ સાસાઈટીએ ગણી હતી; પરંતુ તેના મંદવાડથી તથા હિન્દુસ્તાન છેડવાથી તે કામ મૂલતવી રાખવાની જરૂર પડી છે. પણ તેમણે લખવાનું તથા અને તેટલી મદદ આપવાનું વચન આપ્યું છે.”
તે પ્રમાણે હિન્દમાં તે પાછા આવ્યા બાદ ગુજરાતી કાશનું કામ હાથમાં લેવામાં આવ્યું હતું. સન ૧૮૭૧ માં વાર્ષિક સામાન્ય સભામાં એમણે જ કાશ વિષે ઠરાવ રજુ કર્યાં હતા કેઃ—
ગુજરાતી કાશ વાસ્તે શબ્દો એકઠા કરવાનું જે કામ સોસાઇટીમાં ચાલે છે તેને તપાસ રાખવાને એક સખ કમીટી ઠરાવવી; તેમાં મી, સ્કોટ સાહેબ અને ડાયરેકટર ઓફ પબલીક ઈન્સ્ટ્રકશન સાહેબ જે એપીસરને નીમે તે અને મળીને તેને તપાસ રાખે.
66
39
તે પછીના વાર્ષિક રીપોર્ટમાં એ કામને આગળ વધારા (પ્રેગ્રેસ) નીચે મુજબ જણાવ્યા છે:
66
સન ૧૮૭૦ ના ડીસેમ્બરમાં ગુજરાતી શબ્દોને માટે કાશ રચાવવાના વિચાર કર્યાં હતા તેનું કામ હાલ ઠીક ચાલે છે. આ સાલમાં કાવ્યદોહનનાં એ પુસ્તકામાંથી શબ્દો કાઢયા તે આશરે ૧૧૦૦૦ નીકળ્યા છે
+ ગુ. વ. સા. ને સન ૧૮૬૫-૬૬-૬૭ નો રીપેાટ, પૃ. ૭.
* ગુ. વ. સા. ના રીપા, સન ૧૮૬૯, પૃ. ૧૨