Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૩ર
જશે તેમ તેમ એક બીજાના દાખલા જોઇને આવાં આવાં સારાં કામ કરવાને લોકો બાહાર પડશે ખરા, પણ આવી વખતમાં જેણે આવા સુધા રાના મૂળ રાપ્યાં છે. તેને ઘણી સાખાશ છે; માટે હું મિત્ર: આપણે સહુએ પોતપોતાની શક્તિ પ્રમાણે પોતાની અકલથી, તથા પોતાના શરીરની મેનથી અથવા ધનથી જેમ જેમ બની શકે તેમ આપણા દેશના કલ્યાણ સારૂં આવા સુધારા કામને મદદ કરવી, ને સ્ત્રી જાતને વિદ્યાભ્યાસ કરાવાથી સઘળા લોકો ઘણા સુખી થશે, ને જેમ વરાળયંત્રને હુનર સેધી કાઢાથી હારા બળદ ઘેાડા, ને હજારા માણસનાં કામ રાજે બની શકે છે, માટે દુનિયાંમાં એટલા બળદ ઘેાડા તથા માણસાના વધારા થયા કહિયે તે કહી શકાય તેમજ વિદ્યાભ્યાસ વિનાની સ્ત્રીએ જનાવર જેવી રહેતી હતી, તેને વિદ્યાભ્યાસ કરાવાથી આપણા દેશમાં એટલાં માણસાને વધારા થયા જેવું થશે, ને ઘેર ઘેર કલેશ ટંટા તથા કુકમ જે થાય છે, તે અજ્ઞાનપણાથી થાય છે, જેમ આપણે કેદખાનામાં જઇને જોઇશું તો ચારી કરનારા તથા ટંટા પ્રીતુર કરનારા ધણું કરીને વગર ભણેલા લોકો માલમ પડશે, તે જે વિદ્યા ભણે છે તે ધણું કરીને એવાં કામ કરવાથી સરમાય છે, તે તેના વિચાર કાંઈ પણ સુધરે છે ખર!, તેમજ સ્ત્રીએ વિદ્યાભ્યાસ કરશે તે તેમનામાંથી ટટા પ્રીતુર કરવાનું તથા હઠ કરવાના સ્વભાવ ફરી જશે, માટે
છેલી વારે તમને કહું છું કે, તમે સર્વે આવા કાંમને મદદ આપો કે, જેથી પરમેશ્વર પણ તમારા ઉપર રાજી થશે.
એ રીતે ભાષણ થયા પછી દસ્તુર પ્રમાણે મેહેરબાન રીડેટ સાહેબે પોતાને હાથે ખાત મુર્ત્ત કરયું પછી શે!ણી સાહેબની તરફથી અતર, ગુલાબ, પુલના હાર, તેારા, સભાસદાને વેચવામાં આવ્યા, પછી સભા બરખાસ્ત થઈ. એ નિશાળની સંભાળ ગુજરાત વર્નાકયુલર સાસાઈટીએ રાખી પણ હવેથી મેહેરબાન ટી. શી. હૈ।પ સાહેબના તાબામાં સાંપીને તેને તપાશ રાખવાને એક જુદી કમીટી હરાવી તેના મેંબરાનાં નામઃ—
૧ જે. ડબલીયુ હેડે સાહેબ.
૧ એ. ખી. વારડીન સાહેબ, ૧ ટી. એસ. જાડીન સાહેબ. ૧ ટી. ખી. કટીસ સાહેબ ( સેક્રેટરી ) ૧ નગરશેઠ પ્રેમાભાઇ હિમાભાઈ.
૧ રાવબાહાદુર મગનભાઈ કરમચંદ
* જી ‘બુધ્ધિપ્રકારા' સન ૧૮૫૮-જીન. અંક-પૃ. ૮૫ થી ૮૮.
૧ આજમ આળાઈ જશકરણ. ૧ શેઠ ઊમાભાઈ રૂપચંદ. ૧ શેડ ઊમાભાઈ હકમચંદ, ૧ આજમ મગનલાલ વખતચંદ ૧ શેફ મનચેજી સારા.
૧ કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ