Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પ્રસિદ્ધ થઈ તેને પરિચય કરાવવાનું છે, એટલે આ વિષયને વધુ નહિ વિસ્તારતાં, લેખનકાર્ય વિષે એમણે જે સુંદર વિચારે પ્રદર્શિત કર્યો છે, તે પ્રતિ વાચક તેમ લેખક બંધનું ધ્યાન દેરી આ પ્રકરણ પૂરું કરીશું – - ' “ ન લખીશ નીતિ તલમાત્ર તજી,
ન લખીશ શબ્દ દિલ ફેષ સજી; ન લખીશ જુક્તિ કરી જૂઠ જરી, ન લખીશ ધર્મ નિજ દૂર ધરી.
લખ સત્ય કૃત્ય હરિનાં હરખી, લખ પુણ્ય કામ જનનાં પરખી; લખ દેશ કાજ ઉપદેશ ઘણે, લખ સંપ થાય જન જાત તો.
ગીતિવૃત્ત. ફટ દઈ પડજો ફાટી, જનિતા જગમાં કપૂત જણનારી; તેમજ જાજે તૂટી, લખતાં લેખણ અનીતિ લખનારી.”
* દલપતકાવ્ય ભા. ૧, પૃ. ૨૪,