Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૦૯
લગી એક સરખું જારી રાખ્યું, ને વાંચનમાળાના પાણા ભાગ તૈયાર કર્યો, પંછી રા. સા. ભોગીલાલભાઈને પોતાના વિભાગમાં જવાનો હુકમ થયેા, તેમજ રા. સા. પ્રાણલાલ તથા રા. સા. મયારામ પણ ડીસ્ટ્રીકટમાં ગયા. મારે તથા રા. સા. મહીપતરામને છેક ફેબ્રુઆરી ૧૮૫૯ સુધી રહેવું પડયું હતું. કારણ એ લખાયલા તમામ પાડોને અનુક્રમવાર સાત ચેાપડીઓને લાયક ગોઠવવા તથા લાંબા ટુંકા કદમાં હોય તે સરખા કરવા તથા છાપવાને લાયક તેની નકલેા કરાવવી, એ કામ અમારે એ જણને માથે રાખવામાં આવ્યું. હતુ....આ વાંચનમાંથી કેટલીએક ચાપડીએ લઈ કેળવણી ખાતાના ગુજરાતી ટ્રાન્સલેટર રેવરંડ ગ્લાસગા જે સુરતમાં રહેતા હતા તેમની મજુરી અમદાવાદથી સુરત જઈ હોપ સાહેબ ધણી ત્વરાથી લઈ આવેલા. ”×
સદરહુ વાચનમાળા રચતી વખતેજ શબ્દોની જોડણીને પ્રશ્ન મુશ્કેલ થઇ પડેલા અને તેનું નિરાકરણ કરવા હોપ સાહેબે એક જોડણી કોષ તૈયાર કર્યો હતા; તેની લિખિત પ્રત સોસાઈટીના સંગ્રહમાં છે. એ હાથ પ્રતના મુખપૃષ્ટ પર તેમણે લખ્યું છે કે આ ગુજરાતી ભાષાનેા જોડણી કોષ સન ૧૮૫૮માં નવી વાંચનમાળા લખવા રા. સા. ભેાગીલાલ પ્રાણવલ્લભદાસ, રા. સા. મેાહનલાલ રÐાડદાસ,મી. મહીપતરામ રૂપરામ, કવિ દલપતરામ ડાહ્યાભાઇ, સી. મયારામ શંભુનાથ અને રા. સા. પ્રાણલાલ મથુરાદાસની એક કમિટી નિમાયલી તેણે મિ. થિયેાડર સી. હાપની સૂચનાનુસાર તૈયાર કર્યાં હતા,
વળી તે હાથપ્રતમાં ઉત્તર વિભાગના એજ્યુકેશનલ ઇન્સ્પેકટરે સન ૧૮૫૮–પહની સાલના વાર્ષિક રીપોર્ટ સરકારને કરી મેકલેલો તેમાં સદરહુ જોડણી કોષ વિષે ઉલ્લેખ કરેલા છે. તેના ગુજરાતી સાર નીચે પ્રમાણે છેઃ— “ ગુજરાતી જોડણીમાં અત્યાર સુધી બહુ અનિયમિતતા પ્રવર્તતી હતી અને નવી વાંચનમાળા રચવામાં એ પ્રશ્ન બહુ મુઝવતા હતા. તેથી કમિટીના સભ્યોએ માંહેામાંહે ચર્ચા કરી, જોડણી વિષે કેટલાક નિયમો વડી કાઢયા હતા, જે નિષ્ણુય સાથે બહારના વિદ્વાનોએ પણ અનુમતિ આપી હતી.”
। તદનુસાર વાંચનમાળામાંથી આશરે ૭૦૦૦ શબ્દો પસંદ કરી, તેની જોડણી ઉપરાક્ત નિયમાનુસાર કમિટની બહાલીથી રાખી હતી.
સદરહુ જોડણીના નિયમેા ગુજરાતી ભાષાન્તરકાર ડી. ગ્લાસગાએ મજુર સંખ્યા હતા. જોડણી પ્રશ્નના ઉકેલ આણુવામાં આથી એક પગલું * જુએ ‘ગુજરાતી ' ના દિવાળી અંક તા. ૩૦ મી એકટોબર ૧૯૧૦, પૃ. ૭૩,