Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૨૩ ગુજરાતી ભાષાનું વ્યાકરણ કેઈપણ ભાષાને અભ્યાસ કરવાને તેનું વ્યાકરણ અને શબ્દ કેપ આવશ્યક છે અને હિન્દની બીજી ભાષાઓમાં એ કામ પ્રારંભમાં ઉપાડી લેવામાં આવ્યું હતું એમ તે ભાષાઓમાં છપાયેલા શબ્દોષ અને વ્યાકરણ ગ્રંથે પરથી જોઈ શકાય છે, પણ આપણે અહીં એ કામ પદ્ધતિસર બહુ મોડું ઉપાડી લેવામાં આવ્યું હતું. છેક સન ૧૮૬૦ થી ૧૮૬૪ ના રીપોર્ટમાં એન. સેક્રેટરી અસંતોષના ઉદ્ગાર કાઢે છે કે “ગુજરાતી ભાષામાં સરસ વ્યાકરણ થયું નથી અને શબદ કેપનું નામ શોભે એવો કેશ હજી લગી બનાવવામાં આવ્યો નથી.”+
આ શબ્દો ડિરેકટર ઓફ પબ્લીક ઈન્સ્ટ્રકશનના કાને, જાણે કે પહોંચ્યા ન હોય તેમ મી. હાવ તે પછી સાઈટીને રૂા. ૫૦૦ ની રકમ ગુજરાતી ભાષાનું એક સંપૂર્ણ વ્યાકરણ રચાવવાને સોંપે છે અને આવા મહોટા કાર્ય માટે આટલું પારિતોષિક પુરતું નથી એમ માનીને સોસાઈટીએ તેના ફંડમાંથી રૂ. ૫૦૦ બીજા ઉમેરી તે કામ રેવ. મી. જે. વી. એસ. ટેલરને રૂા. ૧૦૦૦ નું ઈનામ ઠરાવી સંપ્યું હતું, જે લેખકે છપાવી પ્રસિદ્ધ કર્યું હતું. તેની ઉપયોગિતા વિષે એટલું જ કહેવું બસ થશે કે અદ્યાપિ એ વિષયમાં તે એક પ્રમાણભૂત પુસ્તક લખાયું છે, અને રા. બા. કમળાશંકરે નવું વ્યાકરણ રચ્યું ત્યાં સુધી એજ એકલું પુસ્તક પાઠ્ય પુસ્તક તરીકે વંચાતું-વપરાતું હતું. “ગુજરાતી સાહિત્યના વધુ માર્ગ સૂચક સ્તંભ’ એ પુસ્તકમાં દી. બા. કૃષ્ણલાલભાઈએ, લેખક અને એમના પુસ્તક વિષે જે શબ્દો વાપર્યા છે તે અક્ષરશઃ સાચા છે, એમ કહેવું જોઈએ. તેઓ લખે છે:
“ગુજરાતી સાહિત્ય જે જે અંગ્રેજોનું ઋણ થયું છે, તેમાં સ્વ. સફ વાન સેમરન ટેલર અગ્રસ્થાન લે છે. એમને એ ભાષા તેમજ એ ભાષાના સાહિત્ય પ્રત્યે પ્રેમ હત; અને એ ઉભયને અભ્યાસ પતે એક શિષ્ટ વિદ્યાર્થી તરીકે વિવેચક દૃષ્ટિએ કર્યો હતો. આ અભ્યાસને પરિણામે એમનું
ગુજરાતી ભાષાનું વ્યાકરણ” (નાનું તેમજ મોટું સન ૧૮૬૭) અને ધાતુષ એ બન્ને સાહિત્યના અન્વેષણમાં સ્તંભરૂપ ગણાય છે.”
+ ગુ. વ. સંસાઈટીને સન ૧૮૬૦-૬૪ને રીપેર્ટપૃ. ૧૬. * ગુજરાતી સાહિત્યના વધુ માર્ગ સૂચક સ્તંભે, પૃ. ૨૦,૨૧.