Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૨૬ નાણાંસ્થિતિ નહોતી. તેથી કેળવણી ખાતાના વડાને વિનંતિ કરતાં, સર એ. ગ્રાન્ટ રૂ. ૬૦૦ મદદમાં આપી, તે પુસ્તક સરકાર તરફથી પ્રકટ કરવાનું માથે લીધું; નહિ તે સેક્રેટરી જણાવે છે તેમ, તે “આપણું (સોસાઇટીની) શક્તિ ઉપરાંતનું થઈ પડત.”
આ તે કોના તરફથી, શા સંજોગમાં અને કેવી રીતે એ પુસ્તક લખાયું અને છપાયું, તેની વાત કરી, પણ તેને વિષય, કેવા પ્રકારને હતા, તેનું નિરૂપણ કયા ધોરણે થયું હતું, એ બધું જાણવા સારૂ રેવ. મી. ટેલરે, એ પુસ્તકની હાથપ્રત કમિટીને મોકલી આપતાં જે રીપોર્ટ કર્યો હતો, તેનું વાચન ઉપયોગી થશે.
તેને પરિચય કરાવતાં તેઓ લખે છે –
તમારી અગાડી રજુ કરેલા પુસ્તકનું નામ ધાતુસંગ્રહ પાડ્યું છે. સંસ્કૃતમાં અને ઉત્તર હિંદુસ્તાનની દેશી ભાષાઓમાં ધાતુ કે મૂળના નામથી જણાવેલા તમામ શબ્દોને કક્કાવારી પ્રમાણે ગોઠવેલ સમુદાય છે. ગુજરાતી વિદ્યાર્થીઓને માટે તૈયાર કરેલે આવો ગ્રંથ છે નહીં, તેટલા માટે તેમને ફાયદો થયે નથી માટે આ પુસ્તક એ ખોટ પૂરી પાડવાના ઈરાદાથી મ્યું છે.
ધાતુસંગ્રહમાં આપેલાં મૂળ આશરે ૨૪૦૦ છે. જે રીતે અમે આ બાબતમાં પકડી છે તે નીચે પ્રમાણે
પ્રથમ–માત્ર મૂળ આપ્યાં છે.
બીજું:–જે ગણને ધાતુ હોય તે ગણ બતાવ્યો છે. જે ધાતુ બે કે વધારે ગણમાં વપરાયો હશે તો દરેક ગણ સ્પષ્ટ રીતે જણાવ્યું છે. આ તફાવત વારંવાર માત્ર ગણમાં હોય છે, કેમકે રૂપના તફાવતથી શબ્દાર્થમાં કાંઈ ફેરફાર થતું નથી, પણ કઈ કઈવાર ગણની સાથે અર્થ પણ જુદો પડે છે. અને આ જ તફાવતને લીધે જુદા જુદા ગણ બતાવવાનું ઘટારત ગણવામાં આવ્યું છે.
ત્રીજું: -ધાતુના નામ જણાવેલા છે. તે
ચેાથું:–હિંદુસ્તાનના વિદ્વાને જે રૂપ વાપરે છે તે રૂપમાં અર્થ આપેલા છે. ત્યાર પછી ગુજરાતીમાં ભાષાંતર આવે છે. કેટલાક ફાયદા સંપાદન કરવાની ઉમેદથી આ રીત પકડી છે; અને જેમ તેમ કરી આપેલા માયનાને માટે આધારવાળી અસલ રીત દરસાવેલી છે. આ દેશની અસલની વિદ્વત્તા અને હાલના કેળવણીના યને વચ્ચેનો સંબંધ સ્થાપિત