Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૨૧ ૮. બીજા કવિયોનાં નામ ઉપર કહી ગયા, તે ટીપમાં જોવામાં આવશે. ૯. જીવતા કવિના ગ્રંથમાંની કઈ કવિતા લેવામાં આવી નથી.
૧૦. કેટલીક કવિતા વખાણવા યોગ્ય છે, તેમાં વિશેષે કરી કૃષ્ણરામ કૃત ગરઓ છે. તેમાં તે કવિએ પિતે જે સમયમાં થયો તે સમયનું વર્ણન કરેલું છે. તેમાં સાલ લખી નથી, તે પણ એવું ઊઘાડું છે કે, તે ગર પેશ્વાના રાજ્યમાં રચાયો હતો.
૧૧. પ્રસ્તાવના, કવિઓ તથા તેમના ગ્રંથ વિષે જે વિચાર દશવવામાં આવ્યા છે, તે કવિ દલપતરામે પિતે દર્શાવ્યા છે. વાસ્તે આ કાવ્ય દહનનું પુસ્તક એક ખરેખરા દેશથી રચવામાં આવ્યું છે. જેમ મરાઠી નવનીતને ફેલાવ થયો છે, તે રીતે આ પુસ્તકને થશે, એવો મને નિશ્ચય છે.
૧૨. આ પુસ્તક તૈયાર કરવામાં કવિ દલપતરામ ડાહ્યાભાઈએ ઘણું કરી આઠ માસને બધે કાળ રે હતે. મહેરબાન હોપ સાહેબના “ધારવામાં હતું કે, આવા પ્રકારનું પુસ્તક રચવા સારૂ વર્નાક્યુલર સોસાઈટી પાસે હાથે લખાએલાં જૂનાં પુસ્તકો પુષ્કળ છે. પરંતુ તપાસ કરતાં માલુમ પડયું કે, ગુજરાતી ભાષામાં જેટલાં પુસ્તક છતમાં હતાં તેમને દશમે ભાગ પણ સોસાઈટી પાસે નહોતે. ગુજરાતના સઘળા ભાગમાંથી હાથે લખાએલી જુની ચોપડીઓ વેચાતી લેવાની, અને કેટલીક ચોપડીઓ ઉતારે કરી લેવા સારું ઊછીતી લેવાની અગત્ય પડી હતી. કેઈ કઈ વેળા જુનાં પુસ્તકનું મો જેવું પણ કઠણ પડતું. જેટલાં જુનાં પુસ્તક છતમાં છે, તેટલાંની પ્રત્યે કવિ દલપતરામને કદાપી મળી ન હોય તે પણ એમણે એટલાં પુસ્તક જોયાં છે તથા વાંચ્યાં છે કે કાવ્ય દેહનનું નામ અપાય એવું પુસ્તક રચવાને શક્તિમાન થાય.
૧૩. મે માસની રજાને ભારે ઘણેખરે કાળ આ કાવ્યદેહન તપાસવામાં ગયો હતો. તે પુસ્તકના ગુણ સંબંધી તેલ કરવામાં મને બેરસદ મિશનના રેવરેંડ જોસેફ ટેલર સાહેબે ઘણી સહાય આપી હતી.
૧૪. તે સાહેબના મત મારા મતને અનુસરે છે કે આ પુસ્તક ઘણું વખાણવા લાયક છે. ગુજરાતી અક્ષર વિદ્યાના ગ્રંથમાં તે એક ૫ગી પુસ્તક થશે, લોકપ્રિય થશે અને લોકમાં વાંચવાની ઉલટ વધારશે. મેહેરબાન હોપ સાહેબે તથા ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટરેએ જે ચોપડીઓ રચી છે તે અને આ કાવ્યદેહન મળી, ગુજરાતી ભાષામાં સરસ સુધારે કરશે.”