Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૧૪
નહીં પણ નહોતું' લખવું. તુરત નહીં પણ તરત લખવું. આંહીં નહીં પણ ‘અહીં લખવું. એવા ઠરાવ થયા. હવે સંસ્કૃત શબ્દોમાં કેટલાએક હસ્વ અને કેટલાએક દી લખવા. તે નીચે પ્રમાણે:
પ્રીતિ, રીતિ, નીતિ, ગતિ, રવિ, કવિ, આકૃતિ, પૃથ્વી, નદી, નારી, સ્ત્રી, લક્ષ્મી, બુદ્ધિ, વાણી, પ્રાણી, ઇત્યાદિ ઘણા શબ્દો યાદ રાખવાની જરૂર પડશે. ફક્ત વાંચતાં લખતાં શિખીને નિબંધ લખવાની આશા રાખે તે નિષ્ફળ થશે એવું થયું. સાત ચેાડિયામાં જેટલા તકરારી શબ્દો આવ્યા, તેના કાશ લખીને તે મેખરેએ સહી કરી. અને તેની એક એક નકલ કરાવીને તે દર એક મેંબરને આપવાને હરાવ થયેા. દર એક જણુના મનમાં એટલું તો રહ્યું ખરૂં કે તમામ શબ્દોના મારી મરજી પ્રમાણે લખવાને ઠરાવ થયા નહીં. તાપણુ લખવાની રીત એક મુકરર થઈ તેથી સૌને સતીષ થયા. એ કાશની નકલ અમારી પાસે આવી હતી પણ તે ખાવાઇ છે, માટે મેહેરઆન એજ્યુકેશનલ ઇન્સ્પેકટર સાહેબ તરથી ફરી નકલ મળવા અમે રીપોટ કર્યો છે, તે મળ્યા પછી તેમાંના યાદ રાખવા લાયક શબ્દો બુદ્ધિપ્રકાશમાં થાડે થાડે પ્રગટ કરીશું. અમારી સોસાઇટીને મદદ આપનારા કોઈ એક વિદ્વાન એવી તકરાર લે છે કે સ્ત્રિયા એ રીતે ગુજરાતીમાં ઉચ્ચાર થાય છે, તથા એજ રીતે સંસ્કૃતમાં શુદ્ધ લખાય છે, તેમ છતાં સ્ત્રી લખવું તે અમને પસંદ નથી, તથા નાહ શુદ્ધ સંસ્કૃત છતાં નહીં લખવું તે પણ ઠીક નથી.
તે ખરૂં તે!પણ જ્યાં સુધી બીજે ઠરાવ થાય નહીં ત્યાં સુધી મી. હેાપ સાહેબના ઠરાવ પ્રમાણે લખવાની એકજ રીત રહે તે ઘણું સારૂં; એવા અમારા વિચાર છે. કવિતામાં લખનારની મરજી મુજબ લખે એવે ઠરાવ રાખેલા છે.
જેમ ગુજરાતીમાં મારૂં, મહાર, મ્હારૂં, એ રીતે જુદી જુદી તરેહથી કેટલાએક લખે છે, તેમજ સંસ્કૃતમાં પણ ઘણા શબ્દો જુદી જુદી તરેહથી લખાય છે. જેમકે નાળીએરના ઝાડને રિજે, નાહિÈ, નારીછી નારિરિ એમ લખે છે. છેવટ કાશ કરનારાઓએ, એ તમામ રીતેા કબુલ રાખી છે. એટલુંજ નહીં પણ કેટલાએક શબ્દો એક જાતમાં, એ જાતિમાં અથવા ત્રણે જાતિમાં લખાય છે. તેમજ હિંદી ભાષામાં ઘણું એક શબ્દ બે ત્રણ રીતે લખાતા આવ્યા છે. પણ ગુજરાતી ભાષા સુધારવા ચહાનારાઓને