Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૦૯
આસિસ્ટંટ સેક્રેટરીનું કામ કરવાને તેટલી મુદત સુધી બીજા માણસને રાખે. દર મહીને રૂ. ૧૦૦ નો પગાર અમે દલપતરામને આપીશું. સેક્રેટરીએ તે પ્રમાણે તે કબુલ રાખ્યું નહિ પણ એવો ઠરાવ કર્યો કે એક દિવસ દલપતરામ બુક કમિટીમાં કામ કરે અને એક દિવસ સેગ્નેટીમાં કામ કરે, અને મહિનામાં પંદર દિવસને પગાર રૂ.૫૦ સરકાર આપે અને સેસટીમાંથી મહિને રૂ. ૩૦ મળે છે તે પંદર દિવસના પગારના આપે એ રીતે મહિને રૂ. ૮૦ ને પગાર આપ. દલપતરામે કહ્યું કે મારી આંખે બીલકુલ દેખાતું નથી, ત્યારે તે સાહેબેએ કહ્યું કે “અમારે તમારી આંખની નોકરી જોઇતી નથી, અમારે તમારી જીભની નેકરી જોઈએ છીએ. તમારી પાસે લખવાને કારકુનો અમે જોઈએ તેટલા આપીશું.”
આ પ્રસંગે આપણી એ પ્રારંભની વાચનમાળા વિષે ટુંક હકીકત આપવી એ ઉપયુક્ત થશે–સાહિત્યની તેમ કેળવણીની દષ્ટિએ અને આપણે આનંદ પામવા જેવું એ છે કે એ વાચનમાળા જનાર કમિટીના એક સભ્ય રા. બા. મોહનલાલભાઈએ તેને વૃત્તાંત લખી રાખ્યો હતો, જે દી. બા. કૃષ્ણલાલભાઈએ જાણતા સાપ્તાસિક “ગુજરાતી”ના સન ૧૯૧૦ ના દિવાળી અંકમાં છપાવ્યો હતો, તેમાંથી સારભાગ આપવો વાજબી ગણાશે.
વાંચનમાળાને સંક્ષિપ્ત ઇતિહાસ.
એ વેળાએ ગુજરાત તથા કાઠીઆવાડના તમામ ડેપ્યુટી ઈન્સ્પેકટરોને સરકારની પરવાનગી લઈ દુહાપ સાહેબ) અમદાવાદમાં ભેગા કર્યા હતા... અમને બે જણને (રા. બ. મેહનલાલ તથા રા. બ. પ્રાણલાલ મથુરદાસને) ડેપ્યુટીના કામથી છુટા પાડી બુક કમીટીમાં મેમ્બર ઠરાવ્યા. તથા રા. સા. ભેગીલાલને હમારી બુક કમીટીના પ્રેસીડેટ કરાવ્યા. નિશાળોમાં ચાલતી ચેપડીઓ કેટલાંક દૂષણોને લીધે બંધ કરી તેને બદલે નવી વાંચન પાઠમાળા તૈયાર કરવાનું કામ હપ સાહેબે આરંવ્યું. કમીટીની ઓફીસ ટ્રેનીંગ કેલેજના એક ઓરડામાં રાખવામાં આવી હતી.
આ કામમાં હોપ સાહેબને જાતિશ્રમ અથાગ હતું. ગુજરાતી વાંચન પાઠમાળ તૈયાર કરવાને સારૂ ઈગ્લાંડમાં તથા હિંદુસ્તાનમાં ચાલતી અંગ્રેજી સ્કૂલ વાંચન પાઠમાળાઓનાં પુસ્તક ભેગાં કર્યા હતાં. તેમાંથી તે નિશાન કરે તે મુજબ સારી સાદી ભાષામાં ગુજરાતી પાઠ તૈયાર કરવા અમને બે
* બુદ્ધિપ્રકાશ, સન ૧૮૭૮, પૃ. ૧૦૪