Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પ્રકરણ ૧૩.
સરકારી કેળવણી ખાતાની સહાયતા અને સહકાર
“Nature is a great friend of co-operation; it is a gross libel upon to say she is always “red in tooth and claw.”
H. G. Wells. (The work, Wealth and Happiness of Mankind, page 37)
“Some noteworthy biologists to-day maintain that this creative synthesis born through mutual service and self-sacrifice is the key to all phases of evolution, inorganic, organic, mental and social. An atom, a molecule, a plant, an animal, a human society are cooperative systems. Each exihibits a unique type of synthesis. ".
H. H. Brinton.
( Creative worship, page-31 ) “જીવનવ્યવહારનું સૂત્ર સખ્ત હરીફાઈ નહિ પણ પરસ્પર સહાયતા છે; જીવનકલહ નહિ પણ સહકાર એ જ ઉન્નતિને માર્ગ છે.”
(બુદ્ધિપ્રકાશ, ૧૯૨૬, પૃ. ૨૧૪.) પુસ્તક પ્રકાશન અને ઉત્તેજન અર્થે સેસાઇટીએ અનેક વિધ માર્ગ ગ્રહણ કર્યા હતા, તેમાં સરકારી કેળવણી ખાતા સાથે સહકાર કરી અને તેની મદદ મેળવવી તે એક માર્ગ હત; અને એ પ્રકારે જે સંગીન કાર્ય તે સાધી શકી તે જેમ માર્ગદર્શક અને લોકપકારી તેમ સાહિત્યની દૃષ્ટિએ કિમતી અને અગત્યનું હતું. પ્રસ્તુત પ્રકરણમાં એ જ વિષયને ચર્ચીશું.
સોસાઇટી સ્થપાઈ તે સમયે કેળવણીનું તંત્ર ઑર્ડ ઓફ એજ્યુકેશન હસ્તક હતું, અને તેના વહિવટ પર દેખરેખ મુલ્કી અધિકારીઓ રાખતા હતા; પણ સન ૧૮૫૪ માં સર ચાર્લ્સ વુડન ખરીતે લખાઈ આવ્યો તે પછી પરિસ્થિતિ પલટાઈ ગઈ અને કંપની સરકારને નવું કેળવણું ખાતું