Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૯૮
વાંચતા ગયા, તેમ તેમ મારા વિચારાને મજબુતી મળતી ગઈ, તેમાં જ્યારે પાને ૪૪ મેં જરાવસ્થા વિષે દ્વિઅર્થી છપય વાંચ્યા ત્યારે નિશ્ચય થયા કે આ રચના કાઈ તેજસ્વી કવિના મગજમાંથી ચમકી નીકળી છે. કેમકે થાડાં વર્ષોં ઉપર અહીંના માસ્તર ચતુર્ભૂજ શિવજીએ મને સરસ કવિતા રચના વિષે એક પોતાનું જોડેલ કવિત વંચાવ્યું હતું. તે એ કે,
કવિત—મનહર.
વિ કંચે તેજ જેના કથનની છબિ જાણે, રવિના પ્રકાશ પર હણે અંધકારને; નીરથી નીર ઝરે, વીર હાથ તીર ખરે, ભેદે દિલ્હ ભૂમિ એવા શેાધે શબ્દસારને; સ્વદેશનું પરમેશ પાસે હિત માગે સદા, વાણી છે શિક્ષિત અને પ્યારી નર નારને; ગાયે અહેનિશ રામ, સત્ય જે સુંદરશ્યામ, ચતુર કરે પ્રણામ કાવ્ય કરનારને.
( એની પહેલી લીટીના પહેલા, બીજીના ખીજો, એમ ચઢતા અક્ષર લેતાં કવિ ક્લપતરામનું નામ નીકળે છે) એ મુજબ આ આખા નિમધમાં આદ્યંત એ પ્રકારનીજ છુટક કવિતા મારા જેવામાં આવતાં મને તે નાટક દુરસ્ત લાગ્યું.
વિશેષ, સાસાષ્ટીએ પણ મારૂં પસંદ કરેલ નાટક બહાલ કર્યું અને વળી કવીશ્વર દલપતરામની કલમથી લખાયેલ છે, એવું આપે જણાવ્યું; તે હવે તે રસયુક્ત હોય તેમાં હું કાંઈ આશ્ચય સમજતા નથી. એ નાટકને પ્રથમ છપાવ્યાના હક્ક મેં આગળ લખ્યા છે તેમ તેના રચનારનેજ આપશે, અને શ. ૧૦૦) તેની હકદારીથી ઈનામ આપી ખીજા શ. ૫૦) ની હુંડી મે આ સાથે ખીડી છે, તેમાં લખ્યા રૂપિયા કવીશ્વર દલપતરામને શાલના કરીતે આપશે, તથા જણાવશે કે, નાની રકમ ઉપર જરા પણ નજર ન પહોંચાડતાં એ નાટકના ગુણાથી મારા મે!હની નિશાની તરીકે તે અંગીકાર કરશે.
તે સારા કાગળ તથા સફાઈથી તરત છપાવવા વાખ્ખી ભાસે તે તજવીજ કરાવશે, અને તે છપાઈ બહાર પડે ત્યારે મારે માટે નકલ ૫૦ મેાકલશે. તેની કીંમત હું આપીશ, એજ વિનંતી.
લી
ટક્કર ગાવિંદજી વિ. ધરમશીની સલામ....