Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
તમે દિવસે સૂવું દૂર કરે; ભલી વિદ્યાના ભંડાર ભરે,
હવે જાગૃત થઈ કઈ જુતિ કરે. દેશી મિત્ર”x
એ જ પ્રમાણે દારૂ કેફી વસ્તુનું પ્રાબલ્ય તે કાળે આજના જેટલું વિસ્તૃત પ્રમાણમાં નહોતું; તેમ છતાં એ વ્યસનમાંથી દૂર રહેવા જે ઉપદેશ. તેમણે આપ્યો છે તે સદા હિતકારક માલુમ પડશેઃ
સજજને લોક વિચારી, સારી શિખામણ મન ધરીએ રે; જેમ તેમ મુખ બેલાએ, જેથી દિલમાં તેથી ડરીએ.
કેફ ન કરીએ. ૧ તાળી પાડી દોષ દેખાડી, કહું છું દહાડી દહાડીજીરે; મારું વેણ તમે માને તે, તજજે મદિરા તાડી—કેફ. ૨ કેફ કર્યાથી ઘટશે ભાઈ ચિતમાંથી ચતુરાઈજીરે; ધન ખરચી લેવી ઉચાઈ, મેટી એ મુરખાઈ—કે. ૩ લાજ ઘટે ને કાજ ન સુધરે, એમ ન વિચારે અંધાર; સાર નથી એમ અંત્યે, ઘર ખેવાને ધ –કેફ. ૪ વેદ પુરાણું કુરાન કિતાબ, જે તેહ તપાશાજીરે એ લક્ષણ તજવાથી મળશે, સઘળેથી સાબાશી—કેફ. ૫ કાછ મુલાને મત એ છે, એ મત અધ્યારૂને છે; હિંદુમાં ગેહત્યાથી પણ, દોષ ઘણે દારૂને—કે. ૬, મદિર સારૂ મારું તારું ચયનું ચિત્ત થાશેજી; કોઈ સમે સાંકડમાં આવી, જીવે તેમાંથી જાશે–કે. ૭ વસ્ત્ર તજીને લાજ વિનાના, ખરી રીતે રખડશેજીરે; કહે દલપત કરમાં દીવો લઇ, કેઈન કુવામાં પડશે—કેફ"$ ૮
વળી કરજ ન કરવા વિષે એમની શિખામણ લક્ષમાં લેવાય તો સંસારમાંથી કલેશ જરૂર ઘટેઃ
. * હુન્નરખાનની ચઢાઈ, પૃ. ૩૦. . દલપતકાવ્ય, ભા. ૧, પૃ. ૨૧૨. :