Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
“એક સમયે પંચાસરા પાર્શ્વનાથમાં વનરાજની મૂર્તિ જેવા પિતે ગયા હતા. ત્યાં એક હીરજી નામે ઘરડે ભાટ સાહેબની કીર્તિ સાંભળી એક પુસ્તક લઈ ભેટ કરવા આવ્યા, અને બોલ્યો કે, “એક વાર ગાયકવાડને અમારા વૃદ્ધ એક જુનું સરસ પુસ્તક દેખાડયું હતું, તેથી સરકારે ખુશી થઈ એક ગામ બખશીશ આપ્યું છે. તે અંગ્રેજ તે મોટે રાજા છે, માટે અમને એથી કંઈ વધારે આશા છે.” સાહેબને આ વાત સાંભળી બહુ હસવું આવ્યું. પછી ક. દલપતરામને કહ્યું કે “હનુમાન નાટક” ની પેલી વાર્તા એ બારેટને તમે સંભળાવો. તે આ હતી -એક સમયે નાટકમાં હનુમાનને વેશ આવ્યો. તેને એક માણસે કહ્યું કે “એ હનુમાન બાપજી: તમે મને બાયડી મેલવી આપો તો હું તમને તૈલ સિંદૂર ચડાવું.’ હનુમાને ઉત્તર આપ્યું કે- તને પરણાવવા મારી પાસે સ્ત્રી હોય તે હું જ કુંવાર રહું!' સાહેબે પેલા બારોટને કહ્યું કે, “ભાઈ! તમને ગામ આપવાની મારી શક્તિ હોત તે હું જ આ ચાકરી શા વાસ્તે કરતી !”x
બીજો એક પ્રસંગ આપીશું, જેમાં એઓ આપણું ધર્મની લાગણીને કેવું માન આપતા તે માલુમ પડે છે. કોઈ ધર્મસ્થાને જવાનું થાય તે પિતાના “બુટ” કહાડી જ્યાં સુધી જવાને બાધ ન હોય ત્યાં સુધી જ જતા; અને દેવસ્થાનમાં ઉંચે સ્થાને બેસતા નહિં. પાટણને પુસ્તક ભંડાર જેવાનું પ્રાપ્ત થતાં, ત્યાં એમને એમના ઉંચા દરજજા પ્રમાણે ખુરશી આપવા માંડી પણ એક ચાકળા પર લાંબે પગે બેઠા એટલું જ નહિ પણ પૂજ્ય મુનિ મહારાજેને માનવસ્ત્ર આપને સત્કાર કર્યો હતે. એ બધું બતાવે છે કે તેઓ આપણી રીતભાત અને જીવનથી બહુ જ માહિતગાર થયા હતા.
એમની એ લોકપ્રિયતા, લોકજીવનને પરિચય અને કામની કુનેહ અને કાલીઅતને લીધે નામદાર સરકાર મુશ્કેલીના પ્રસંગોએ એમના ઉપયોગ કરતી. આવું ત્રણ વાર-બનાવમાં-બન્યું હતું અને તે સૈમાં એમને યશ મળ્યો હતો. અહિં ફક્ત સુરતને દાખલે આપીશું
શહેર સુધરાઈ વિષેને સન ૧૮૫૦ ને ૨૬ મે આકટ સુરતમાં ચલાવવા સારૂ સરકારે નિશ્ચય કર્યો છે, તે જાણવામાં આવતાં જ પાછળના ત્રાસના સ્મરણે સુરતની પ્રજા ખળભળી ઉઠી હતી. સરકારે જોયું કે આ કટોકટીને મામલે ફૉર્બસ સાહેબ જ ઉકેલી શકશે. એથી એમની શહેર સુધરાઈના અમલદાર તરીકે નિમણુંક કરી; અને એ કાર્ય એમણે એવી કાર્યદક્ષતા
* ફાર્બસ જીવનચરિત્ર, પ. ૧.