Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પ્રકરણ ૧૦
પુસ્તકે અને તેને પરિચય. “ To educate people and then not to provide them tools to work with, is obviously a blunder, if not a crime.”
(St. Loe Strachy.)
મનહર છંદ, “ઇનામ આપીને નવા રચાવ્યા નિબંધ ડા, પુસ્તક પ્રગટ કર્યા છાપથી છપાવીને,
કવિતાને શેખ ગુજરાતમાં વિશેષ વધે, લેખન વિદ્યા વધારી નિબંધો રચાવીને; કહે દલપતરામ ધન્ય ફારબસ નામ, વખણાયે ઘણે તે વિદ્યાનાં બીજ વાવીને.”
(દલપત કાવ્ય, ભા. ૧, પૃ. ૩ર૧. ) સામાન્ય રીતે જ્ઞાનપ્રાપ્તિ, જ્ઞાન સમૃદ્ધિ અને જ્ઞાનપ્રચાર કરવામાં મહત્વનાં સાધન, શાળા અને પુસ્તકાલય, ચોપડીઓ અને છાપાં મનાય છે; આમાંના ત્રણ વિષે પાછળ કેટલીક હકીક્ત આપી છે. હવે આપણે પુસ્તકે વિષે વિચાર કરીશું.
પુસ્તક વાંચનારાઓની સંખ્યા શરૂઆતમાં થોડી હતી. નવી કેળવણી લેનાર વર્ગ હજુ ઉભું થતું હતું અને પૈસા ખરચીને પુસ્તક ખરીદનાર એવા ગૃહસ્થ તે જૂજજાજ મળી આવતા હતા. આ પરિસ્થિતિમાં સંસાઈટીના સંચાલકે એ મથાળે અવતરણમાં કહ્યું છે તેમ લોકને કેળવણી આપવી. પણ તેમને પુસ્તકે પૂરાં પાડવાં નહિ એ ગુન્હ નહિ તે કસુર છે, એ ખામી દૂર કરવા, નવાં પુસ્તક રચાવવાં ને પૂરાં પાડવાને જે ભિન્ન ભિન્ન ભાર્ગ ગ્રહણ કર્યા તેનું નિરીક્ષણ કરીશું.