Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
અભ્યાસ કર્યો હતો. તે પરથી પ્રસ્તુત ગ્રંથ એમણે રચ્યું હતું. આજ દિના સુધીમાં કહેવું જોઈએ કે, એની લગભગ એક લાખ પ્રતિ ફેલા પામી છે.
સન ૧૮૮૮ સુધી સદરહુ પિંગળ સરકારી કેળવણુ ખાતુ છપાવતું તે પછી તેને કોપીરાઈટે કવિશ્રીને મળ્યો ત્યારે નવી આવૃત્તિ છપાવતા અગાઉ શ્રીયુત કેશવલાલ હર્ષદરાય ધ્રુવે, તે અભ્યાસ માટે વધુ સુતર બને તે સબબથી મૂળ પ્રતમાં કેટલાક ફેરફાર અને સુધારા સૂચવ્યા હતા, જે કવિશ્રીએ સ્વીકાર્યા હતા, અને સન ૧૯૨૨ માં તેની ૨૨ મી આવૃત્તિ છાપવાને પ્રસંગે ઉપસ્થિત થયો ત્યારે ફરી પાછી આખી પ્રતને દી. બા. દેશવલાલભાઈએ સુધારી આપી હતી અને તેમની સૂચનાથી મૂળ નામ ગુજરાતી પિંગળ’ ફેરવીને તે “દલપત પિંગળ” રાખ્યું હતું.
અને તે વિષે વધારે મગરૂર થવા જેવું એ છે, કે “કવિશ્રીએ સન ૧૮૯૩ માં પિંગળ છપાવવાનો હક્ક સેસાઇટીને સોંપ્યો હતો, એવી શરતે કે, જીવનપર્યત તેને અડધે નફે કવિને મળ્યા કરે.”
ચેથું પુસ્તક “સ્ત્રી સંભાષણ એટલે ગૂજરાતી બાઈની વાતચીતનું. વર્ણન” છે. પરભાષાથી આપણે ગમે તેટલા પરિચિત હેઈએ પણ એ તે સામાન્ય અનુભવ છે કે તે ભાષાના ઘરગથ્થુ, ચાલુ વપરાશના શબ્દો, પ્રયોગ, ઈડિયમ (idium) વગેના અર્થ બરાબર આપણે સમજવામાં આવતા નથી; અને એ મુદ્દે સ્પષ્ટ કરવા દલપતરામ નીચે પ્રમાણે ઉદાહરણ આપે છે
એક દક્ષણ માણસ પિતાના મનમાં એવું ધાર હતો કે હું ગુજરાતમાં ઝાઝાં વરસ રહ્યો છું, તેથી ગુજરાતી ભાષા તથા ચાલચલગત સારી પેઠે જાણું છું. એવું કોઈ ગુજરાતી માણસ આગળ તેણે કહ્યાથી, પિલા ગુજરાતીએ એ દક્ષણીને કહ્યું કે, તમે ગુજરાતમાં સરકારી કામમાં રહેલા માટે જેટલા શબ્દો સરકારી કામમાં આવ્યા હશે, તેટલા તમે જાણતા હશે. પણ અમારા ઘરમાં બાઈડિયો, છોકરાં, શી રીતે બોલે છે તે જ્યારે તમારા જાણવામાં હોય, ત્યારે તમે ગુજરાતી ભાષા સારી પેઠે જાણે છે, એમ કહેવાય. માટે તે તમે જાણતા હે તે કહે કે “ઘૂમણું ઘાલવી” એટલે શું ? પછી તેને અર્થ પેલા દક્ષણને સમજવામાં આવ્યો નહિ.” 'આ પરથી ઘરવ્યવહારમાં સ્ત્રીઓ અને બાળકે શી વાત કરે છે અને કેવી ભાષા વાપરે છે, તેને પરિચય થવા ફેંર્બસ સાહેબ માટે કવિશ્રીએ આ પુસ્તક ખાસ લખ્યું હતું. એ વિષે “ગુજરાતી સાહિત્યના વધુ માર્ગ