Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૭૪
આના અનુસંધાનમાં બીજા વર્ષના સાઈટીના રીપેટમાં દર્શાવેલો અભિપ્રાય કિમતી અને જાણવા જેવી થશે
“ The first work, the Bhut Nibandh, has met with very marked approbation, not only on account of the purity and vigour of the language, but that it is also written in a spirit of freedom of opinion and defiance of prejudice ( rarely met with, and therefore the more highly to be prized, in bringing to light the darkness of National superstition. ")*
કેળવણીને પ્રચાર થતાની સાથે જનતામાંથી ભૂત, પ્રેત, ડાક્યણ,પિશાચ વગેરે વિષેના વહેમ અને મૂર્ખાઇભયાં વિચારે દૂર થવા પામ્યા છે, જે કે કહેવું જોઈએ કે તેને સદંતર નાશ થય નથી. અદ્યાપિ એવા ઘણા પુરુષ મળી આવશે કે જેઓ અંધારી રાત્રે સ્મશાનમાં જતા હશે. અમુક ઘરમાં ભૂતને નિવાસ છે એવી ભ્રમણાથી તેને ત્યજી દેશે, અથવા આંબલી અને વડના ઝાડમાં ભૂતાવળ વસે છે, તેથી તેની નજદિક જતાં અચકાશે એટલું જ નહિ પણ અવારનવાર વર્તમાનપત્રોમાં અજ્ઞાન અને નબળા મનનાં મનુષ્ય ભુવા અને મંત્રજંત્રની સિદ્ધિવાળા જતિના કેવળ ભોગ થઈ પડેલાના દાખલાઓ આપણે હજી પણ વાંચીએ છીએ, ત્યારે એ સમયે શી સ્થિતિ હશે તેને માત્ર ક્યાસ કરે બસ થશે. ઘોર અજ્ઞાનતા અને વહેમભર્યું લોકજીવન ખાસ લક્ષમાં લઈને જ કમિટી આ વિષયને પ્રથમ પસંદ કરવા પ્રેરાઈ હશે.
તેને પુરેપુરે ખ્યાલ આવવા વાચકે તે નિબંધ સાવંત વાંચ ઘટે છે; તે સમયનું લોકમાનસ સમજવાને એ ઉપયોગી છે; પરંતુ કવિશ્રીએ પિતાનું દષ્ટિબિન્દુ વ્યક્ત કરતાં કેટલીક હકીકત પ્રસ્તાવનામાં સેંધી છે તે એ વિષયને પરિચય કરવામાં થેડેક અંશે સહાયભૂત થશે; તેથી ઉપયુક્ત ભાગ નીચે ઉતારીએ છીએ.
“ભૂતભ્રમ ઉત્પત્તિ ૧. ભ્રમ ધન સત્યવાર્તા ૨. ભ્રમ છેદન વર્તમાન ઉપાય ૩. ભૂતભ્રમાદિક વાત વિસ્તાર ૪. એવા નામથી પ્રકરણ ૪ને આરંભ કરીશ. તેમાં મારા મનને અભિપ્રાય એ છે કે, મેં પ્રથમ બાળપણથી
* Report of the G. V. Society for the year 1850, page 8.