Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
હજુ
ચોદશની રાતે તથા ગ્રહણ વેળાયે કોઈ જતીના પ્રસંગથી મેં પ્રથમ ધૃણાએક ઊપાય કરયા હતા. તેમાં કેટલાએક તા માઢેથી કહેવા લાયક તથા લખવા લાયક નથી, પછી સ્વામીનારાયણના સાધુના સંગ થયાથી કેવળ જ્વના કલ્યાણને અર્થે વેદના મંત્ર વિના ખી મલીન મંત્રજંત્ર આદિકના વિસ્વાસ ગયા. પછી તે ઊપાય પણ પડયા મુક્યા. અને એ મંત્ર આદિકમાં કાંઈ સારાંશ પણ દીઠું નહી, એ પ્રયાગની રીત આ ચાપડીમાં આગળ ત્રીજા પ્રકરણમાં થેાડીએક લખીશ. પણ મંત્ર પ્રગટ લખવાની ઈચ્છા મારી નથી. અને કેટલાએક યાવની મત્ર તથા ઔધ મંત્ર લખવા લાયક હશે તે લખીશ, પણ એમ જાણવું કે, કોઈ મંત્રથી દીકરા તથા દીકરી ઊત્પન્ન થાય અથવા મીલકત ઉત્પન્ન થાય, કે મ`ત્રથી શત્રુ મરે, એવી વાત આજની વેળામાં જરૂર માનવી નહી. કેમકે અમે સર્વે પ્રકાર કરી જોયા છે, પણ કાંઈ થયું નહિ. અને એ ભૂતના ભ્રમથી તથા એ મંત્રના ભ્રમથી ક્રેટલાએક ભાળાં માણસાના જીવ ટળી જાય છે, તથા ઊનમાધ્ના રાગ થઈને ધણુ દુઃખ પામીને હેરાન થતે મરી પણ જાય છે. તે માટે એવા ભેાળા માણસાના જીવના ગાર થવા સારૂ તથા તેમના સુખ સારૂ આ ગ્રંથ હું બનાવું છું. તે ગ્રંથ વાંચવાથી તથા સાંભળીને વિચારથી ભૂત આદિકનો ભ્રમ લોકોને મટશે. એવી ઇચ્છાથી આ ગ્રંથનું નામ ભૂતાદિક ભ્રમભજન એવું હરાવ્યું છે.”×
બીજો એવા નામી નિબંધ તે “જ્ઞાતિ વિષે” છે. મૂળ ચાર જ્ઞાતિમાંથી ચેારાશી અને તેમાંથી સેકડા કેમ થવા પામી તેનાં કારણેા, સ્થળ પરત્વે, ધંધા પરત્વે, મતમતાંતરને લઇને ધાળ–એકડા–ના પરિણામે માલુમ પડે છે; પણ તેની અસર સમાજપર નુકશાનકારક નિવડી છે એટલુંજ નહિ પણ દેશની પ્રગતિ અને સુધારામાં વિાધક અને અંતરાયરૂપ થઇ પડી છે. અત્યારે તેનાં બંધને શિથિલ થયાં છે; પણ તે તેાડે જ જનતાના છૂટકારા છે.
સરકાર તરફથી એમ્બે ગેઝીટીઅર વે. હું ગુજરાતી જ્ઞાતિઓ વિષે Gujarati Hindu Population, અને મી. એન્થેાવનનાં મુંબાઇ ઈલાકાની નાતજાતા વિષે ત્રણ ભાગે પ્રસિદ્ધ થતાં આપણને એ વિષય પર જાણવા જેવી ઘણી માહિતી પ્રાપ્ત થયલી છે; પણ સન ૧૮૫૨ માં પ્રસ્તુત નિબંધ કવીશ્વરે રચ્યા ત્યારે એવાં સાધુને છૂટાંછવાયાં, વિખરાયલાં અને ખૂજાજ હતાં, અને અત્યારે પણ એ નિબંધ વાંચતાં આપણને કેટલીક
* ભૂત નિબંધ-પ્રસ્તાવના.