Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
વિષે કહેલું છે તથા જુદી જુદી પેલો, વેપારવણજ, મુખ્ય મુખ્ય ઈમારતો, અને છેવટે મુખ્ય મુખ્ય વેપારીઓનાં નામ તથા ઈતિહાસ લખેલે છે.”
આ નિબંધ માટે લેખકને સાઈટીનું રૂ. ૧૫૦ નું ઈનામ મળ્યું હતું. આ રચવામાં બકૃત મિરાતે એહેમદીને સાર–અંગ્રેજીમાં, ગ્રાન્ટ ડફને મિરાઠાઓને ઈતિહાસ, બ્રિસ્કૃત ગુજરાતનાં શહેરે (Cities of Gujarat), તેમ વાર્તા, દંતકથા વગેરેને ઉપયોગ કર્યો હતો. પ્રાચીન ઇતિહાસ ગ્રંથમાં જે સ્થાન મિરાતે એહેમદીની પૂર્તિનું છે તે સ્થાન અર્વાચીન ઇતિહાસ ગ્રંથમાં આને પ્રાપ્ત થયેલું છે. પાંચ વર્ષ પર “ગુજરાતનું પાટનગર અમદાવાદ” નામનું એક કિમતી પુસ્તક બહાર પડેલું છે, તેમ છતાં એક પ્રારંભ ગ્રંથ તરીકે આનું મૂલ્ય છે જ; અને તેને લાભ હમેશ લેવાતે રહેશે, એવું તે માહિતીપૂર્ણ અને કિંમતી છે.
એમણે રચેલે ગેડને રાસડે પણ એમના ઐતિહાસિક શેખના સાક્ષીરૂપ છે. તેમાં ગેડડે અમદાવાદ લીધું તે વખતનું વર્ણન છે. એક મહત્વના બનાવની નોંધ પુરતે તે રાસડે ઉપયોગી છે અને તેની પ્રત અપ્રાપ્ય હોવાથી વાચકના આનન્દ ખાતર તે આખોય અહિં ઉતારીએ છીએ
ગાડડને રાસડે.
ગરબાની રે માતા સરસ્વતી પાયે લાગુ રે, કર જોડીને આગના માગુરે; અમદાવાદ ગાડર્ડ આરે, સાથે વિલાયતી ફેજ લાવ્યો. વાલો મારે પીવાલો હવે આવ્યો રે, તે તે જગમાં ડંકો વગાડે
વાલે મારે પીવાલો હવે આરે. ૧. અમદાવાદ શી રીતે લીધુ રે, પછી તે કેનેં શું કીધરે. હું કહું છું એ સર્વ વાતરે, એ તે થયો છે મહા ઊતપાત.
વાલે માહારે છે તે તે જગમાં છે વાલે. ૨, લેસલી સાહેબ જબ મરીયે રે, તેની જગાએ ગાડર્ડ ચઢી રે; એને બહાદુરીનાં કામ કીધાં રે, લડાઈ જીતીને જન્મ લીધા.
વાલો મહારે તે તે જગમાં વાલે. ૩,