Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પ્રકરણ ૮,
--
-
-
દેશી ભાષાના વિકાસ માટે પ્રયાસ: શિક્ષણ અને
શોપયોગી પુસ્તકે
- When the elements of useful knowledge have been brought in good vernacular books within the reach of the mass, it is not unreasonable to suppose that those books will be the lever which, in the hands of the best teachers, who may be educated in the Government schools, or elsewhere, will conquer the “Vio inertia" of the native mind, and give it a fair start."
[From the report of the Society for the Promo
tion of Knowledge, Calcutta, 1845. ] શરૂઆતનાં પ્રકરણોમાં આપણે જોઈ ગયા તેમ જુના કાળમાં આપણે અહિં હાલ જેવામાં આવે છે તેમ પ્રાથમિક કેળવણી સાર્વત્રિક અને પદ્ધતિસર અપાતી નહતી. વાણીઆને છોકરે જે વેપાર કરતે કે શરાફની પેઢી ચલાવતે તે બે ચાર વર્ષમાં થોડું ઘણું શિક્ષણ-આંક, કક્કો, નામાં વગેરે-શિખતે; અને ચાલતા કેષ્ટકેની ધાતે કે શેરી, મણુકાં લેખાં
ડાં ઘણાં મોઢે કરતે. વાંચવાનાં પુસ્તકે તે હેયજ શાનાં; અને અશુદ્ધ લખતાં શીખતે શ્રીયુત ડાહ્યાભાઈ દેરાસરી એમના “ સાડીના સાહિત્યના દિગ્દર્શન "માં લખે છે તેમ તે વખતે “સંસાર વેવારની ચોપડી” જે વિષે પ્રથમ કહેવાયું છે, તે ઉપયોગી પુસ્તક ઘણું વપરાશમાં હતું. આ પુસ્તકમાં આંક, વાચનના પાઠ, અંકગણિતનાં મૂળ, લેખાં, શરાફીનામું, વગેરે ઘણી બાબતેને સમાવેશ કર્યો હતે. શુકનાવલિને પણ ભૂલવામાં નહોતી આવી. ઘણી ગામઠી નિશાળમાં આ ચોપડી વંચાતી અને ઘણું લેકોની કેળવણુ તે એ પુસ્તકથીજ પૂરી થતી.
જુઓ રણછોડદાસ ગીરધરદાસનું જીવનચરિત્ર- વસન્ત” વર્ષ ૩, પૃ. ૨૧૬ +જુએ “માઠીવા સાહિત્યનું દિગ્દર્શન” પૃ. ૫૮.