Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૩૯,
પ્રસ્તુત પુસ્તક પ્રસિદ્ધ થયું તેના બે વર્ષ પહેલાં સન ૧૮૨૦ માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સહાયતા વડે ઉભી થયેલી બેઓ એજ્યુકેશન સોસાઇટી નામની મંડળીએ દેશી ભાષામાં શાળાપયોગી પુસ્તકો રચાવવાં અને નવી શાળાઓ સ્થાપવા વા એવી ચાલુ શાળાઓને આર્થિક મદદ આપવા બાબત રીપોર્ટ કરવા એક ખાસ કમિટી નીમી હતી; પણ ટુંક સમયમાં તેને સમજાયું કે સદરહુ કાર્ય તેના ઉદ્દેશ બહારનું છે; તેથી તે એક જુદા મંડળમાં ફેરવાઈ ગઈ અને “બેઓ નેટીવ સ્કુલ બુક અને સ્કુલ સેસાઇટી” એ પ્રમાણે તેનું નામ રાખ્યું. સન ૧૮૨૭ થી એ મંડળી મુંબાઈનેટીવ એજ્યુકેશન સોસાઇટી તરીકે ઓળખાવા લાગી અને સન ૧૮૪૦ માં બેડ એફ એજ્યુકેશનની ગોઠવણ કંપની સરકાર તરફથી થતાં તેમાં એ મંડળ સમાઈ ગયું હતું.
સદરહુ મંડળને તેની તપાસમાં જણાયું કે હિન્દીઓને શિક્ષણ આપવા સારૂ શાળાપુર્તા અને સારા શિક્ષકની પ્રથમ જરૂર હતી અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ તેને નાણાંની સવડ કરી આપતાં અને તેના કાર્યને ઉત્તેજન મળતાં, મંડળે શાળા પુસ્તક તૈયાર કરાવવાને ક્રમ ઉપાડી લીધે. હતો; અને તે કાર્યક્રમને કંઈક ખ્યાલ આપણને નીચેના ઉતારા પરથી મળી આવશે –
પ્રથમ વર્ણમાળા તૈયાર કરવામાં આવી. વર્ણમાળા એટલે મટે અક્ષરે ગુજરાતી તથા બાળબેધ મૂળાક્ષર કાગળ પર છાપેલા. અ, આ, ક, ક ના અક્ષરે પછી બારાખડી–પછી જોડાક્ષર–પછી એકાક્ષરી શબ્દ, દિઅક્ષરી શબ્દ વગેરે પાંચ છ સાત અક્ષરના શબ્દોના અર્થો તેમજ ગણિત કામ સારૂ આંક તથા રકમો તથા સાદા સરવાળા બાદબાકી–ગુણકાર ભાગાકાર–ભાંજણી ને વિવિધ સરવાળા બાદબાકી ગુણાકાર વગેરેના કાગળો તૈયાર કરી પાટી પર લુગડાના લાંબા પંખાપર ચડી છોકરાના વર્ગ આગળ તે ટાંગતા ને તેમાંથી શીખવતા. એ રીતે કેળવણી આપવાનું કામ તે વખતના ઈગ્લાંડમાં ચાલતા લાનમ્રાસ્ટ્રીઅન ધોરણને અનુસરીને ગુજરાતમાં ચાલતું. વર્ણમાળાના અક્ષરે ઘણા સારા ગણાય છે. હજુ પણ તેને જેટે મળી શકતો નથી. એ સીવાય લિપિધારા-બોધવચન, ડાડસ્લીની
જે વધુ વિગત માટે જુઓ શ્રી. કૃષ્ણલાલ સૂરજરામને લેખ-Journal of the Bombay Branch of the Royal Asiatic Society, yöd's ૬ કું-૧૯૩૦; પૃ. ૩૦૨.