Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૩
છતાં હિંદીઓને વ્યવસ્થિત રીતે અને નિયમિત શિક્ષણ આપવાની. યોજના તે સન ૧૮૧૩ માં પાર્લામેન્ટમાં રાજ્યના એક કર્તવ્ય તરીકે કંપની સરકારપર ફરજ પાડવામાં આવી ત્યારે જ ઉદ્દભવી હતી. સન ૧૮૧૩ માં આમની સભાએ (The House of Commons) જાહેર કર્યું હતું કે “ It to be the duty of England to promote the interests and happiness of the native inhabitants of the British dominions in India, and to adopt such measures as may tend to the introduction among them of useful knowledge and moral improvement."*:
અને કંપની સરકારના પટાની મુદ્દત વધારી આપવાનો પ્રશ્ન દર વીસ વર્ષે જ્યારે બ્રિટિશ પાર્લામેન્ટ સમક્ષ આવતે ત્યારે હિન્દીની કેળવણી પાછળ વધુ રકમ ખર્ચવાને તેના પર દબાણ કરવામાં આવતું અને તેના પરિણામે વીસ વીસ વર્ષના ગાળે, આપણી કેળવણી પદ્ધતિમાં ચોક્કસ ફેરફાર અને સુધારા થયેલા જણાશે.
કંપની સરકારે હિન્દીઓને કેળવણી આપવાની શરૂઆત કરી ત્યારે તેમને પ્રથમ શાળોપયોગી પુસ્તકોની મુશ્કેલી માલુમ પડી અને તે મુશ્કેલી નવાં પુસ્તકે રચાવી દૂર કરવા સન ૧૮૨૫ માં “મુંબઈની હિંદ નિશાળ પુસ્તક મંડળી” એ એક પ્રસિદ્ધિ પત્ર બહાર પાડયું હતું તે એ વિષયમાં થઈ રહેલા પ્રયત્નના પ્રત્યક્ષ પુરાવા તરીકે, તત્કાલીન ગદ્ય લેખના નમુનારૂપે અને વળી તેમાંની માહિતીને લીધે મહત્વનું છે, તે લાંબું છતાં આખુંય આપવું જરૂરનું વિચાર્યું છે –
૧. આ મંડળી સને પ્રગટ કરે છે—કે—જે કોઈ બાળબોધ ગ્રંથ અથવા ઍઢ ગ્રંથ એનાં મરાઠી અથવા ગુજરાતી બોલીમાં સારાં ભાષાતેરે કરીને લાવશે અથવા આ બેઉ ભાષામાં પસંદ પડે એ પિતાની કલ્પનાએ ન ગ્રંથ રચશે અથવા આગળ કહેલા પ્રકારના ગ્રંથ હિંદુસ્થાની ભાષામાં કરશે તેને બક્ષીસ આપવા સારૂ ગવરનર કેંસલ એઓએ ઉદાર થઈને આ મંડળીને સમર્થ કીધી છે.
૨. બક્ષીસ આપવાને પ્રકાર એવો છે-કે-બાળબોધ ગ્રંથોનાં ભાષાંતર કરનારાઓને અથવા નવા બાળબોધ ગ્રંથના કરનારાઓનેં સે રૂપીયા
* English Education in India-by Syed Mohmood, page, 46.