Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૪૬
જેવું કાંઈ સાધન નહિ; અને ભાષાપર કાબુ પણ એછે. એટલે લેખનશૈલી ક્લિષ્ટ થતી. સામાન્ય ભણેલાઓને તે સમજવાનું અધુરૂં પડતું હતું; તે બિચારા અભણની વાત જ શી કરવી?
તદુપરાંત એ પુસ્તકો લિથામાં છાપવાનું ઘણું ખ આવતું અને તેની નકલી ઘેાડી નિકળતી તેથી તે પુસ્તકા બહુ મોંધા પડતા હતા.
આ સિવાય શાળામાં એક માટે! પક્ષ બધું શિક્ષણુ ઈંગ્રેારા આપવાના ભક્કમ અભિપ્રાયના થયા હતા. એટલે આ તરજુમાનાં પુસ્તકો માટે માંગણી એહી હતી; અને એ પક્ષ તેના અભિપ્રાયના સમર્થનમાં વકીલાત કરતા કે ઈંગ્રેજી ભણેલા શિક્ષિત વર્ગો તેના પછાત રહેલા અજ્ઞાન અને પોતે મેળવેલા જ્ઞાનના લાભ માતૃભાષાદ્રારા આપશે.
આમ પાઠય પુસ્તકો મારફત હિન્દીના શિક્ષણ માટે જે અસર અને પરિણામની આશા રખાતી હતી તે ખર આવી નહિ.
ઉલટું હિન્દીઓને શિક્ષણુ દેશીભાષાદ્રારા કે અંગ્રેારા આપવું એ પ્રશ્ન પરત્વે એ સામસામી પક્ષેા બંધાઈ ગયા; અને તેને તાડ સન ૧૮૩૪ માં લાડ મેકોલે હિન્દી સરકારની કારાબારી કૈાન્સિલમાં લા-મેમ્બર તરીકે નિમાઈ આવ્યા ત્યારે આવ્યા હતા.
ઈંગ્રેજી શિક્ષણના પક્ષમાં અભિપ્રાય દર્શાવતાં તેમણે લખ્યું હતું કે હિંદમાં અંગ્રેજી રાજકર્તાની ભાષા છે; રાજધાનીના શહેરામાં મુત્સદી વર્ગ તે વાપરે છે. પૂર્વના દેશામાં તે વેપારની ભાષા થઈ પડવાનો સંભવ છે. વળી દક્ષિણ આફ્રિકા અને આન્ડ્રેલએશિયાની યુરાપીય કામ તેના જ ઉપયાગ કરે છે; અને તેમની સાથે હિન્દના સંબંધ ગાઢ અને મહત્વના છે. ઈંગ્રેજી સાહિત્યની દૃષ્ટિએ અથવા આ દેશની અત્યારની પરિસ્થિતિમાં અમારી ખાત્રી થઈ છે કે સા વિદેશી ભાષાઓમાં હિન્દીને ઈંગ્રેજી ભાષા બહુ ઉપયોગી થશે.
S"In India, English is the language spoken by the ruling class. It is spoken by the higher class of Natives at the seats of Government. It is likely to become the language of commerce throughout the seas of the East. It is the language of two great European communities which are rising, the one in the South of Africa; the other Austral Asia; communities which are every year becoming more important, and, more