Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
આ પ્રકારની શિક્ષણપ્રથા જોડે લેન્કેસ્ટરે દાખલ કરી હતી તેને લેન્કેસ્ટર પદ્ધતિનું નામ આપવામાં આવ્યું હતું અને “તે પદ્ધતિ એવી છે કે મહેતાને ઉપલા વર્ગના છોકરાઓ ભણાવવાના કામમાં મદદ કરે.”
ઉપર પ્રમાણે હિન્દીઓને શિક્ષણ આપવા સારૂ શી રીતે વ્યવસ્થા કરવામાં આવી તેની વિગતે તપાસી ગયા; પરંતુ કેવા સંજોગમાં કંપની સરકારે એ કાર્યને ઉપાડી લીધું અથવા તેને સાથ આપ્યો, એ મુદ્દે વિચાર ઘટે છે અને સહજ ઉંડા ઉતરીશું તે સમજાશે કે સોસાઈટીની સ્થાપના કરવામાં તે સમયે પ્રવર્તતા વાતાવરણમાંથી સહજ સ્કૂરણ મળવાને ઘણો સંભવ રહેલો છે.
ઈસ્ટ ઈન્ડિયા કંપનીના કરે અહિં વતા તેમના બાળકના ધાર્મિક અને અન્ય શિક્ષણ માટે એક અંગ્રેજી શાળા સન ૧૭૧૮ માં રેવરંડ રિચર્ડ કેલે સ્થાપી હતી અને સન ૧૮૦૭માં કંપની સરકારે તેને વહિવટ હાથમાં લીધે પણ સન ૧૮૧૫માં તે પાછો એક ખાનગી સંસ્થા– Society for Promoting the Education of the Poor within the Government of Bombay—-114 ha il cal અને તેના હસ્તક સન ૧૮ર૦ માં હિન્દી બાળકોના શિક્ષણાર્થે ચાર નિશાળો હતી અને તેમાં ૨૫૦ વિદ્યાર્થીઓ ભણતા હતા. તે પછી હિન્દી બાળકોના અભ્યાસ અર્થે શાળપયોગી પુસ્તકે અને નવી શાળાએ. કાઢવા બાબતમાં રીપેટ કરવા એક ખાસ કમિટી નિમાઈ હતી તેને ઉલ્લેખ અગાડી થઈ ગયો છે.
જેમ કંપની સરકારને કબજે અને કાબુ આપણા દેશમાં વધતાં ચાલ્યાં તેમ હિન્દીઓના વધુ સહવાસમાં આવવાની તેમ આપણે સાથ અને સહાનુભૂતિ મેળવવાની તેમને ખાસ જરૂર જણાઈ વળી રાજવહિવટમાં અને ન્યાયખાતામાં આપણે વિશેષ ખપ પડે; અને આપણામાંના થોડાક કાબેલ અને રાજદ્વારી પુરુષોએ તે અંગ્રેજી ભાષાનું જ્ઞાન શાળા દ્વારા મળે તે પહેલાં ખાનગી રીતે મેળવ્યું હતું. તેમાં પૂર્વે નિર્દેશ કરેલ મી. મરેનું ગ્રામર જેવું પુસ્તક એક શિક્ષકની જેમ મદદગાર થતું હતું. . વળી ખ્રિસ્તિ ધર્મના પ્રચારાર્થે અહિં મિશનરીઓ આવી રહેલા
એમના તરફથી હિન્દીઓને યોગ્ય શિક્ષણ આપવાનો પ્રયાસ થયેલા તે વિસરાવું જોઈતું નથી.
* જુએ રા. સા. મેહનલાલ ઝવેરી ચરિત્ર-પૃ. ૭.