Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
દલપતરામ ડાહ્યાભાઈ, વગેરે બીરાજ્યા હતા. તે સમે મેહેરબાન રશીડેટ સાહેબે અંગ્રેજીમાં તથા હિંદુસ્થાની બેલીમાં ભાષણ કરવું તે નીચે પ્રમાણે.
આવું સારું કામ જોઈને ઘણે ખુશી થાઊ છું, ને મુંબઈને લાર્ડ એલફીનસ્ટન સાહેબની પણ આવા કામમાં ઘણી જ ખુશી છે, માટે ગઈ કાલે આ કામ વાસ્તે આવવાની ચીઠી મને મળી. તે વાંચીનેં મારૂ મન ઘણું પ્રસંન થયું છે, ને આવા કામમાં સારા માણસોએ મદદ આપવી ઘટારત છે, એ વગેરે ભાષણ કરયા પછી કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈએ ગુજરાતીમાં ભાષણ કર્યું તે નીચે પ્રમાણે – હે સભાસદો,
આપણા દેશ ઊપર પરમેશ્વરની મહેરબાની થયાથી ગુજરાત વર્નાક્યુલર સેસાઇટી ઊભી થઈ, ને તેણે સુધારાને મૂળ પાયે રોપે, કે જેથી સુધારાના કામમાં હાલ મુંબઈ જેવું અમદાવાદ થયું છે. એ સાઈટીએ સને ૧૮૪૯ માં છોડીઓની નિશાળ આ શહેરમાં સ્થાપન કરી. તે વખત આશરે છોડીઓનાં નામ ૨૦ દાખલ હતાં, ને તેનું તમામ ખરચ સંસાઈટીની તરફથી થતું હતું. પછી નેક નામદાર સખાવત બહાદુર શેઠાણી હરકુંવરબાઈએ સન ૧૮૫૦ ની સાલથી ઘણી ઉદારતાથી એ નિશાળનું તમામ ખરચ આપવા માંડયું અને નિશાળ થયાથી છેડીઓને વિદ્યાભ્યાસ કરાવ એ કામ ઘણું સારું છે એવું ધારીને રાવબહાદુર શેઠ મગનભાઈ કરમચંદે વિશ હજાર રૂપિયા આપીને બીજી બે નિશાળે આ શહેરમાં કરાવી, ને પછી મુંબઈ સુરત, રાજકોટ, ખેડા, તથા ભાવનગરમાં છેડીઓની નિશાળો થઈ. અને હાલ ઘોઘામાં પણ મેહેરબાન ડેવીસ સાહેબના ઉપકારથી અને સદવિચારવાળા મુનસફ જમિયતરામભાઈ તથા મહીપતરામભાઈની મેનંતથી છોડીઓની નિશાળ થઈ છે. એ સઘળી નિશાળે થવાનું મૂળ કારણ આ સોસાઈટીની નિશાળ છે.
આ નિશાળનું એક સુંદર મકાન બાંધવા સારું રૂપિયા ત્રણ હજાર નામદાર શેઠાણી સાહેબે આપવા કબુલ કરયા, વળી તેનું હમેશાં ખર્ચ નવા સારું રૂપિયા બાર હજાર અનામત મુકવા સારૂં એ શેઠાણી સાહેબે આપ્યા. આ રીતે હજાર રૂપિયા આવા સુધારાના કામમાં કેટલાએક રાજાઓને કેટલીએક મહારાણુઓ કહેવાય છે તેઓ પણ આપતા નથી, તે તે જેમકે સેનાનું નામ પણ કનક છે; અને ધંતુરાનું નામ પણ કનક છે, પણ તેના કાંઈ દાગીના થતા નથી તેમજ ફક્ત કહેવા માત્ર મહારાણું છે, પણ ઘણી બહાદુરીથી હજાર રૂપિયા આવા કામમાં વાવરે તેનું નામ તે ખરેખરું માહારાણી સંભવે છે. હવે જેમ જેમ લોકોના વિચાર સુધરતા