Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પ્રકરણ ૬.
ગુજરાતી શાળા આઠમી જુલાઈથી કન્યાઓને ભણવા કાજે, ઠરાવી નિશાળ કામ ઉત્તમ એ તે કર્યું;
શેઠ હઠીસિંહની સુપત્નિ હરકેર નામ, ચાહે છે જે સ્ત્રીમાં વિદ્યા વધારે ચિત્તથી; પચાસની સાલથી કન્યાશાળાનું ખર્ચ તેણે, આપવા માંડયું સોસાઈટીને પુરી પ્રીતથી. અઢારસેં અઠાવન એપ્રિલને અંત દીને, તે નિશાળતણું ખાત કર્યું રૂડી રીતથી; ત્રેવીસમી અકબરે પ્રવેશ મુહૂર્ત થયું, શેઠાણીના ગુણનું ગાયન થયું ગીતથી.
| (કવિ દલપતરામ) “છોડીનેં વિદ્યાભ્યાસ કરાવે એવી જે ઊત્તમ ચાલે છે તે ઉપર આખરે લોકેનું ચિત દોડયું. અને આ મુલકના વિદ્વાન દેશોને સાચી વાત માલમ થતી ગઈ છે જે તમે નીતિની કેળવણી માગતા હો તો પુત્રની માને વિદ્યાની કેળવણી આપજે, કે જેહમાંથી બાળકના મનમાં પહેલા વહેલીજ વાત ઊતરે છે.”
(ડો. કાલિયર-બુદ્ધિપ્રકાશ, પૃ. ૪૫; વર્ષ ૪) આપણે અહિં પ્રથમ ધુળીઆ નિશાળે હતી પણ બ્રિટિશ અમલ દાખલ થયા પછી નવી પ્રાથમિક શાળાઓ પદ્ધતિસર સ્થપાવા માંડી અને તે અરસામાં કરૂણાશંકર દયાશંકર નામના એક મહેતાજી ખાનગી રીતે છોકરા અને છોકરીઓની મિશ્ર શાળા ચલાવતા હતા, તેમણે તુરત નિકળેલી ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીને તેની શાળાને મદદ કરવા માટે તા. ૪થી જુલાઈ ૧૮૪૯ ના રોજ અરજી આપી; અને કમિટીએ સદરહુ કાર્ય ઉત્તેજન પાત્ર ગણી તેને વહિવટ લેવાનું સ્વીકાર્યું હતું.
પ્રથમ વર્ષના રીપોર્ટ પરથી માલુમ પડે છે કે ગુજરાતી શાળા