________________
-
-
,
,
,
છે..!
L LLLSLનયUT A સારો] |
લોwજ્ઞાતિ ઉત્થાનિકા : સૂત્ર ૧ થી ૭૧ ૫. ૧-૩૦
‘હિત્યરા સાથે સંવૃદ્ધ' આદિ સર્વતઃ સર્વાત્મના વિશેષણોના ઉલ્લેખથી અરિહંત-સિધ્ધ ભગવંતોને નમસ્કાર કરીને પ્રારંભમાં ચંપાનગરી, પૂર્ણભદ્રચૈત્ય, વનખંડ, અશોક વૃક્ષ અને એની નીચે સ્થિત પૃથ્વીશિલાપટ્ટકનું વર્ણન છે.
તે પછી ચંપાનગરીના રાજા કૌણિક અને રાણી ધારિણીનો નામોલ્લેખ કરીને શ્રમણ ભગવાન મહાવીર પ્રત્યે કૌણિકનો આદરભાવ પ્રરૂપિત કર્યો.
એણે ભગવાન મહાવીરના દરરોજના વિહાર આદિના સમાચાર જાણવા માટે પ્રવૃત્તિનિવેદક વ્યક્તિની નિમણુંક કરી હતી.
ભગવાનનું શિષ્ય પરિવારની સાથે ચંપાનગરીના ઉપનગરમાં પદાર્પણ થયું. પ્રવૃત્તિ નિવેદકે ભગવાનના આગમનનો સંવાદ કૌણિકને નિવેદિત કર્યો. કૌણિક રાજાએ પરોક્ષ રીતે વંદન નમસ્કાર કર્યા. જ્યારે ચંપાનગરીમાં એમનું પદાર્પણ થયું અને પૂર્ણભદ્ર ચૈત્યમાં બીરાજમાન થયા ત્યારે નગરવાસી એમના દર્શનાર્થે આવી પહોંચ્યા. કૌણિક રાજા પોતાના રાજવૈભવ અને પરિવાર સહિત દર્શન વંદન ધર્મશ્રવણ કરવા માટે (એમની) સેવામાં ઉપસ્થિત થયા.
ભગવાને ઉપસ્થિત જનપરિષદા, રાજા-રાણી વગેરેને અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યો અને ઉપદેશમાં "લોક-અલોકનું વર્ણન કર્યું.
આ લોકાલોકના જ્ઞાતા-દ્રષ્ટાવિશાલ દષ્ટિવાળા જ્ઞાનીજન છે. લોકના સામાન્ય અને વિશેષની અપેક્ષાએ અનેક ભેદ છે. જેમકે- સામાન્યપણે) લોક એક છે. નામ, સ્થાપના, દ્રવ્યની અપેક્ષાએ ત્રણ પ્રકારના છે અને અહીં એનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. સ્થાપના લોક કાષ્ટ કર્મ આદિ ભેદોથી ૧૦ પ્રકારના બતાવવામાં આવ્યા છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવના ભેદે પણ લોક ચાર પ્રકારના છે. તથા આ સર્વ દિશાઓ - વિદિશાઓમાં અસંખ્ય કોડાકોડી યોજન પહોળા છે અને રૂપક દ્વારા એની મહાનતા દર્શાવવામાં આવી છે.
આ રત્નપ્રભાપૃથ્વીના અવકાશાન્તરના અસંખ્યાતમો ભાગ ઓળંગ્યા પછી લોકનો આયામમધ્યભાગ (આવેલો) છે. તથા રત્નપ્રભાપૃથ્વીના ઉપરથી નીચેના મુદ્રપ્રત (પડીમાં લોકનો અધિક સમભાગ અને સર્વસંક્ષિપ્ત ભાગ (આવેલો) છે. તથા વિગ્રહ કંડકમાં લોકનો વક્રભાગ આવેલો છે. લોકનો આકાર સુપ્રતિષ્ટક (શકોરા) જેવો છે. જે નીચે વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપરમાં મૃદંગ જેવો છે.
લોકની સ્થિતિ આઠ અને દસ પ્રકારે દર્શાવવામાં આવી છે. આઠ પ્રકારોમાં ક્ષેત્રલોકની સ્થિતિનું વર્ણન મુખ્ય(પણ) છે. તથા આકાશ પ્રતિષ્ઠિત વાયુ, વાયુ પ્રતિષ્ઠિત ઉદધિ, ઉદધિ પ્રતિષ્ઠિત પૃથ્વી, પૃથ્વી પ્રતિષ્ઠિત ત્રસસ્થાવર જીવ, જીવ પ્રતિષ્ઠિત અજીવ, કર્મ પ્રતિષ્ઠિત જીવ, જીવ સંગ્રહિત અજીવ, કર્મ સંગ્રહિત જીવ છે. દસ પ્રકારોમાં સંસારી જીવોના ઉત્પાત અને ઉત્પત્તિના કારણોની પ્રધાનતા છે.
લોક શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે. આ અંગે જમાલી, સ્કંધક તથા અન્યતીર્થકોના મતોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે.
લોકમાં અપ્રતિષ્ઠાન નરક, જંબુદ્વીપ, પાલકયાન વિમાન અને સર્વાર્થસિધ્ધ મહાવિમાન સમાન પરિમાણ (માપ) વાળા છે. સીમાન્તક નરક, સમયક્ષેત્ર, ઉવિમાન, ઈર્ષ–ાભારા પૃથ્વીથી સમાન ચાર દિશા વિદિશાવાળું છે અને મહાન છે. પર્વતોમાં મહાન છે જંબુદ્વીપનો મંદર પર્વત, સમુદ્રોમાં મહાન છે સ્વયંભૂરમણ સમુદ્ર અને કલ્પોમાં મહાન છે બ્રહ્મલોક કલ્પ.
લોકમાં ઉદ્યોત (પ્રકાશ) અને અંધકારના નિમિત્ત ચાર-ચાર કારણો દર્શાવવામાં આવ્યા છે.
આ પ્રકારે સામાન્ય પરિચયાત્મક વિવરણ પ્રસ્તુત કરીને દ્રવ્યલોકનું કંઈક વિશેષ વર્ણન છે કે આ લોક જીવઅજીવમય છે અથવા લોકમાં જે કાંઈપણ છે તે દ્ધિત્વરૂપે(બેવડા રૂપે) છે. જેમકે - જીવ અને અજીવ, ત્રસ અને સ્થાવર વગેરે.
TET
જાણ
છે IT
વિશે
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org