________________
- ૧-૧ પદ્યવરવેદિકા અને વનખંડ વાઈનઃ સૂત્ર ૨૦ થી ૦૬ પૃ. ૧૪૫૧
|
જગતીની ઉપરના મધ્યભાગમાં વિશાળ એવી પાવર નામની વેદિકા (પીઠિકા) છે. તે અડધો યોજન ઊંચી, પાંચસો ધનુષ વિધ્વંભવાલી અને રત્નમય છે. તેનું વિસ્તૃત વર્ણન અપાયું છે. પદ્મવરવેદિકાનાં બહારનાં પ્રદેશમાં કંઈક ન્યૂન બે યોજનનાં ચક્રવાલ વિખંભ (વલયાકાર વિખંભવાળા) અને જગતી જેટલા જ પરિધિવાળા વિશાળ બે વનખંડો આવેલાં છે. તેનું પણ વિસ્તૃત વર્ણન છે. ત્યાં જે પણ તૃણ, મણિ વગેરે છે. તે કૃષ્ણ, નીલ, રક્ત, પીત અને શુક્લ આ પાંચ વર્ણ તથા ગંધ, સ્પર્શ અને શબ્દ વગેરેની અપેક્ષા અધિક સુંદર છે. આ વનખંડમાં અનેક પ્રકારની મનોહર વાવડીઓ છે. તેનું પાણી ઈશુ, ક્ષીર, ધૃત, અમૃતરસ અને ઉદક રસવાળું હોય છે. આ વાવડીઓની ચારે દિશાઓમાં ત્રણ-ત્રણ પગથીયાવાળી ચાર નિસરણી (નિ શ્રેણી) છે. તેની ઉપર મણિમય અષ્ટમંગળ યુક્ત તોરણ, ચામર, ધ્વજા તથા છત્ર વગેરે છે. તેમાં ઉત્પાત (દેવો જયાં વૈક્રિય શરીર બનાવે છે તે) પર્વત છે. (બેસવા કે ક્રીડા કરવા માટેનાં) આલિગૃહો વગેરે છે. બન્નેમાં હંસાસન વગેરે આસનો છે. જાતિ વગેરે લતાઓનાં મંડપો છે. પૃથ્વી શિલા પટ્ટકો છે. ત્યાં અનેક વાણવ્યંતર દેવ-દેવીઓ બેસે છે. સુઈ જાય છે. ક્રીડા કરે છે અને સમય પસાર કરે છે.
૧-૨ વિજયદ્વાર આદિ વર્ણન ; યુગ ૩૦ થી ૩૨ પૃ. ૧૬૩-૨૨૦ |
જંબૂઢીપની ચારે દિશાઓમાં (જગતનાં) વિજય, વૈજયંત જયન્ત અને અપરાજિત નામે ચાર વારો છે. (૧) પ્રથમ વિજયદ્વાર - આ જંબૂદ્વીપના મેરુ પર્વતથી પૂર્વદિશામાં સતત પિસ્તાલીસ હજાર (૪૫000) યોજન પછી પૂર્વદિશાને અંતે અને લવણ સમુદ્રનો પૂર્વાર્ધના પશ્ચિમ ભાગમાં સીતા નદીની ઉપર આ વિજયદ્વાર આવેલું છે. આ વાર આઠ યોજન ઊંચા, ચાર યોજન પહોળા અને એટલા જ યોજનનાં પ્રવેશમાર્ગવાળા અને અંકરથી બનેલા છે. તવનાં છે તેનાં શિખર શ્રેષ્ઠવર્ણનાં છે. સ્તંભો ઉપર અનેક ચિત્રો દોરેલાં છે. આ દ્વારનાં નેમ (ખીલો) વજૂરત્નમય છે. પ્રતિષ્ઠાન (જમીનનો બહારનો ભાગ) રિઝરત્નમય છે વગેરે પદાર્થોનું વિસ્તૃત વર્ણન છે. આ કારની બન્ને બાજુ બે ચોકી છે. તેની ઉપર ચંદન કલશો, મીટીંઓ, પુત્તળીઓ, ઘંટો, વનમાલાઓની પંક્તિઓ છે. બે બે જાળીઓ છે. તે પીઠિકા (ઓરણાની ઉપર ચાર યોજન લાંબા અને પહોળાં બે યોજન મોટા વજૂરત્નનાં બે બે પ્રકંઠક છે. તેની ઉપર ચાર યોજન ઊંચો, બે યોજન લાંબો અને પહોળો એક પ્રાસાદાવતંસક (મુખ્ય પ્રાસાદ) છે. તેની મધ્યમાં એક યોજન લાંબી-પહોળી અને અડધાયોજન મોટી મણિપીઠિકાઓ છે. તેની ઉપર એક-એક સિંહાસન છે. તથા બે બે તોરણો છે. અને તેની ઉપર ૧૦૦ એક હજાર ધ્વજાઓ છે. નવ ભૌમ છે. તેમાંથી પાંચવી ભૌમમાં બરાબર મધ્યભાગમાં એક વિશાળ સિંહાસન છે. તેનાં વાયવ્ય ખૂણામાં, ઉત્તર દિશામાં અને ઈશાનખૂણામાં વિજયદેવના સામાનિક દેવોનાં ચાર હજાર, પૂર્વ દિશામાં અગ્રમહિપીઓનાં ચાર, અગ્નિખૂણામાં આત્યંતર પર્ષદાનાં દેવોના આઠ હજાર, દક્ષિણ દિશામાં મધ્ય-પર્ષદાનાં દેવોના દસ હજાર, નિષ્કૃત્ય ખૂણામાં બાહ્યપર્મદાનાં દેવો ના બાર હજાર, પશ્ચિમ દિશામાં સેનાપિતઓનાં સાત અને ચારે દિશાઓમાં આત્મરક્ષક દેવોનાં સોલ હજાર ભદ્રાસનો છે. આ કારનો ઉપરનો આકાર ૧૬ પ્રકાર રત્નો વગેરેથી શોભે છે. તે પ્રાસાદમાં પલ્યોપમની આયુ સ્થિતિવાળો વિજયનામનો મહર્થિક દેવ રહે છે. તેની રાજધાનીનું નામ 'વિજયા’ છે. તે રાજધાની વિજયદ્વારથી પૂર્વદિશામાં અન્ય (અસંખ્યાત દ્વીપસમુદ્રો પછીનાં) જંબુદ્ધીપમાં બાર હજાર યોજન ગયા પછી આવે છે. તેની લંબાઈ, પહોળાઈ બાર હજાર યોજનની અને ઘેરાવો સાડત્રીસ હજાર નવસો અડતાલીસ યોજનથી કંઈક અધિક પ્રમાણનો છે. તેનો કિલ્લો સાડા સાડત્રીસ હજા૨ યોજન ઊંચો છે અને મૂળમાં સાડા બાર હજાર યોજન, મધ્યમાં છ યોજન અને એક કોશ તથા ઉપર સાડા ત્રણ યોજન પહોળો છે. તે ગોપુચ્છ આકારનો અને સુવર્ણમય છે. તેનાં પંચરંગના કાંગરા અડધા કોશ લાંબા, પાંચસો ધનુષ પહોળા અને કંઈક ન્યૂન અડધા કોશ ઊંચા છે.
* 74
For Fate & Personal use on
Jain Education intematona
membrary.org