________________
બધી શિલાઓ ઉપરનાં સિંહાસનો પાંચસો ધનુષ લાંબા અને અઢીસો • વાણવ્યંતર, જયોતિષી તથા વૈમાનિક દેવો અભિષેક કરે છે.
દેવકુમાં ચિત્રકુટ તથા વિચિત્રકૂટ નામના બે પર્વતો છે. તે નિષધ વર્ષધર પર્વતનો ઉત્તરી ચરમાન્સથી ૮૩૪-૪૭ યોજનનાં અંતર પર શીતોદા મહાનદીનાં પૂર્વી તથા પશ્ચિમી કિનારા ઉપર આવેલ છે. તેનાં અધિપતિ દેવોની રાજધાનીઓ દક્ષિણમાં આવેલ છે.
ઉત્તરકુરમાં યમક નામના બે પર્વત છે. તે નીલવંત વર્ષધર પર્વતનાં દક્ષિણી ચરમાંથી ૮૩૪-૪૭ યોજનનાં અંતરે સીતા મહાનદીનાં બન્ને કિનારાઓ ઉપર સ્થિત છે. એની ઊંચાઈ એક હજાર યોજન, ઘેરાવો અઢીસો યોજન તથા લંબાઈ-પહોળાઈ મૂળમાં એક હજાર યોજન, મધ્યમાં સાડા સાતસો યોજન તથા ઉપર પાંચસો યોજન છે તથા પરિધિ મૂલમાં કંઈક અધિક ૩૧૬૨ યોજન, મધ્યમાં ૨૩૭૨ યોજન તથા ઉપર પર ૧ યોજન છે. બધાની આકૃતિ સરખી છે. તે બધા સુવર્ણમય છે. તે બે ગાઉ ઊંચી અને પાંચસો ધનુષ પહોળી પદ્મવરવેદિકા તથા વનખંડથી વીંટળાયેલ છે. ત્યાં સાડા બાસઠ યોજન ઊંચા તથા સવા એકત્રીશ યોજન લાંબા પહોળા બે પ્રાસાદાવત છે. ત્યાં 'યમક' નામના દેવોના સોલ હજા૨ આત્મરક્ષક દેવોનાં સોળહજાર ભદ્રાજનો છે. તેની વાવડીઓમાં યમક વર્ણના કમળો છે. યમક નામનો મહદ્ધિક દેવ ચાર હજાર સામાનિક દેવોની સાથે ત્યાં વસે છે. આ કારણે તે પર્વત 'યમક’ પર્વત કહેવાય છે. - આ દેવોની રાજધાનીઓ મેરુ પર્વતથી ઉત્તરમાં બીજા જેબૂદ્વીપમાં બાર હજાર યોજન જતાં આવે છે. તે રાજધાની બાર હજાર યોજન લાંબી-પહોળી તથા કંઈક અધિક ૩૭૯૪૮ યોજનની પરિધિવાળી છે. દરેક રાજધાની સાડા સાડત્રીસ યોજન ઊંચી તથા મૂળમાં સાડાબાર યોજન, મધ્યમાં સવા છ યોજન તથા ઉપર ત્રણ યોજન અને અર્ધ-કોશ જેટલી પરિધિવાળી એક-એક પ્રાકારથી વીંટળીયેલી છે. તે બાહરથી ગોળ અને અંદરથી ચતુષ્કોણ છે. અડધા કોશ લાંબા, કંઈક ન્યૂન અડધાકોશ ઊંચા અને પાંચસો ધનુષનાં મોટા કાંગરા છે વગેરે રાજધાનીનું વિસ્તૃત વર્ણન છે.
- જંબદ્વીપમાં બસો કાંચનગ પર્વત છે. જે નીલવંત દ્રથી પર્વ પશ્ચિમમાં દસ યોજન જતાં આવે છે. તે સો યોજન ઊંચા, પચીસ યોજન જમીનમાં ઊંડા છે. મૂલમાં સો યોજન, મધ્યમાં પંચોતેર યોજન તથા (શિખર) ઉપર પચાસ યોજન પહોળા છે. તેની પરિધિ મૂળમાં કંઈક અધિક ૩૧૬ યોજન, મધ્યમાં ૨૩૭ યોજન તથા ઉપર ૧૫૮ યોજન છે. ત્યાં ફ૨-૧/૨ યોજન ઊંચા, ૩૧-૧/૪ યોજન પહોળાં પ્રસાદાવતંસક છે. બે યોજનની મંરિપીઠિકાઓ છે. વાવડીઓમાં સુવર્ણવર્મી કમલો છે. કાંચનક નામનો મહર્તિક દેવ રહે છે. તથા ઉત્તરમાં કાંચનિકા નામની રાજધાની છે.
જંબૂઢીપમાં ૩૪ દીર્ઘ વૈતાદ્ય પર્વત છે. મેરુ પર્વતનાં દક્ષિણભાગના ભરતક્ષેત્રમાં એક દીર્ઘ વૈતાઢ્ય પર્વત તથા ઉત્તર ભાગમાં ઐરાવત ક્ષેત્રમાં એક દીર્ઘવતાય પર્વત છે. બન્ને સમાન છે.
ભરતવર્ષનાં દીર્ઘતા પર્વત પૂર્વ-પશ્ચિમમાં લાંબા અને ઉત્તર-દક્ષિણમાં પહોળા છે. બન્ને બાજુ લવણસમુદ્રને સ્પર્શ કરે છે. તેની ઊંચાઈ ૨૫ યોજન, ગહરાઇ સવા છ યોજન અને પહોળાઈ પ૦ યોજન છે. બાહા ૪૮૮-૧૬૧૯ + ૧/૨ યોજન લાંબી છે. જીવા ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમ તરફ ૧૦૭૨૦-૧૨/૧૯ યોજન લાંબી છે. ધનુ:પૃષ્ઠ દક્ષિણમાં ૧૦૭૪૩-૧૫/૧૯ની પરિધિ યુક્ત છે. આ રૂચક આકારનો છે. અડધો યોજન ઊંચી, પાંચસો યોજન પહોળી તથા પર્વત જેટલી લાંબી બે પદ્મવરવેદિકાઓથી ઘેરાયેલી છે. તેમજ કંઈક ન્યૂન બે યોજન પહોળી, વેદિકા જેટલા લાંબા શ્યામ-વર્ણી બે વનખંડોથી ઘેરાયેલી છે.
- કે કમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org