________________
સમુદ્ર ઉચ્છિતોદક નથી. સમાન જલવાળા છે અને અક્ષુબ્ધ જલવાળા છે. કારણ કે- પૂરેપૂરા ભરેલા ઘડાની સમાન છે તથા તે સમુદ્રોમાં જલ યોનિવાળા અનેક જીવ ઉત્પન્ન થાય છે અને મરે છે અનેક પુદ્ગલ નીકળતા રહે છે. ચય-ઉપચયને પ્રાપ્ત થાય છે. લવણ સમુદ્રમાં વેલંધર નાગરાજ તથા ખત્ન, અગ્ધ, સીહ, મચ્છ-કચ્છ આદિ છે અને જલમાં વધારો ઘટાડો છે પરન્તુ બાહ્ય સમુદ્રોમાં નથી.
લવણ સમુદ્રમાં વાદળાં બને છે અને વરસાદ થાય છે પરન્તુ બહારનાં સમુદ્રોમાં વાદળા બનતા નથી અને વરસાદ થતો નથી. તેમજ ભરેલા ઘડા જેવા દેખાય છે. ત્યાં બહુ જ જલયોનિક જીવ પુદ્ગલ બાહર નીકળે છે. ઉત્પન્ન થાય છે, વધે છે. મહર્ષિક યાવત્ મહાસુખી દેવ લવણ સમુદ્રની પરિક્રમા કરીને આવવામાં સમર્થ હોય છે. ધાતકીખંડ દ્વીપ અધ્યયન : સૂત્ર ૦૦૪ થી ૮૧૩
-
પૃ. ૪૦૯-૪૨૦
ધાતકીખંડ દ્વીપ જે લવણ સમુદ્રને ચારેબાજુથી ઘેરીને રહેલો વલયાકાર સંસ્થાન યુક્ત છે. તે સમચક્રાકાર છે તથા ચારલાખ યોજનની ચક્રાકાર પહોળાઈ યુક્ત છે. તથા કંઈક ન્યૂન ૪૧,૧૦,૯૬૧ યોજનની પરિધિયુક્ત છે અને પદ્મવરવેદિકા તથા વનખંડથી ઘેરાએલ છે.
આ દ્વીપનાં પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ક એવા બે ભાગ હોવાથી ભરત વગેરે ક્ષેત્રો, દેવકુરુ વગેરે તથા વર્ષધર પર્વતો, મેરુપર્વત અને વક્ષસ્કાર પર્વતો વગેરે જંબુદ્રીપથી બે ગુણા છે. તે અર્ધા પૂર્વાર્ધમાં છે અને અર્ધા પશ્ચિમાર્ધમાં છે.
ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં ધાતકીવૃક્ષ છે તથા પશ્ચિમાર્ક ભાગમાં મહાધાતકી વૃક્ષ છે. તે આઠ યોજન ઊંચા તથા પહોળા છે. તેનું સમગ્ર વર્ણન જંબૂદ્રીપનાં 'જંબૂવૃક્ષ' સમાન છે.
પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ક ભાગોમાં ભરત આદિ નામનાં સાત ક્ષેત્રો છે. ભરત ઐરવત તથા મહાવિદેહ આ ત્રણ કર્મભૂમિઓ છે તથા હેમવતથી માંડીને ઉત્તરકુરુ સુધીની છ અકર્મક ભૂમિઓ છે. ક્ષુદ્રહિમવંત યાવત્ મેરુ પર્વત સાત વર્ષધર પર્વતો છે. એજ રીતે પૂર્વાર્ધનાં મેરુપર્વતની પૂર્વમાં વહેતી સીતા મહાનદીનાં ઉત્તર-દક્ષિણમાં બે કિનારા ઉપર માલ્યવંત યાવત્ સૌમનસ નામનાં ૧૦ વક્ષસ્કાર પર્વતો છે. પશ્ચિમમાં વહેતી સીતોદા નદીનાં બે કિનારા ઉપર વિદ્યુત્પ્રભ યાવત્ ગંધમાદન નામના ૧૦ વક્ષસ્કાર પર્વતો છે. આ વક્ષસ્કાર પર્વતો પશ્ચિમાર્ધમાં પણ જાણવા. બે મેરુ પર્વતો છે. તેનું પૂર્ણ પ્રમાણ ૮૫૦૦૦ યોજન છે. તેઓની ઉપર બે ચૂલિકાઓ છે. તેનો ઉપરનો ભાગ ચાર યોજન છે તથા મધ્યભાગ આઠ યોજન પહોળો છે. ત્યાં બે ભદ્રશાલ, બે નંદનવન, બે સૌમનસવન તથા બે પંડકવન છે. પાંડુકંબલ વગેરે અભિષેક શિલાઓ અને અભિષેક પર્વતો બે બે છે.
પૂર્વ મહાવિદેહમાં કચ્છ યાવત્ મંગલાવતી નામના બે-બે ચક્રવર્તી વિજયો છે તથા તેમની ક્ષેમા યાવત્ ‘રત્નસંચયા નામની બે-બે રાજધાનીઓ છે. આ બન્ને ૩૨-૩૨ છે. પશ્ચિમ મહાવિદેહમાં પદ્મ યાવત્ ગંધિલાવતી નામના બે-બે ચક્રવર્તી વિજયો છે. તેની અશ્વપુરા યાવત્ અયોધ્યા નામની બે-બે રાજધાનીઓ છે તે પણ ૩૨-૩૨ છે. મહાવિદેહમાં ૩૨, ભરતમાં ૧, એરવતમાં ૧ એમ કુલ ૩૪ વિજયો પૂર્વાર્ધમાં અને ૩૪ વિજયો પશ્ચિમાર્ધમાં એમ ૬૮ વિજયો અને તેની ૬૮ રાજધાનીઓ છે.
આ દ્વીપમાં પૂર્વાર્ધ તથા પશ્ચિમાર્ધમાં સાત-સાત મહાનદીઓ ગંગા-યાવત્ રક્તા પૂર્વ દિશામાં વહેતી-વહેતી લવણ સમુદ્રમાં મળે છે. તથા સિંધુ યાવત્ રક્તવતી આ સાત મહાનદીઓ પશ્ચિમમાં વહેતી-વહેતી કાલોદ સમુદ્રમાં મળે છે. ધાતકી ખંડમાં જંબુદ્રીપ કરતાં બે ગુણી અર્થાત્ ૨૪ અંતર નદીઓ છે તથા તીર્થો પણ બે ગુણા ૨૦૪ છે.
Jain Education International
95
For Private & Personal Use Only
www.jainellbrary.org