________________
સીરવર હીપ વગેરેનું અધ્યયન : સૂત્ર ૮૯ થી ૦૪ પૃ. ૪૪૦-૪૫૩
ક્ષીરવરીપ - વૃત્ત ગોળાકાર સંસ્થાનયુક્ત ક્ષીરવર દ્વીપ વરુણોદ સમુદ્રની ચારે બાજુથી વીંટળાઈને રહેલ છે. એની પહોળાઈ અને પરિધિ સંખ્યાત લાખ યોજન છે. આ દ્વીપમાં ઠેર-ઠેર અનેક વાપિકા (વાવડીઓ) વગેરે છે. તેમાં પાણી ક્ષીર જેવું હોય છે. માટે આ દ્વીપ ક્ષીરવર દ્વીપ કહેવાય છે. અહીં પુંડરીક તથા પુષ્પદંત નામના બે દેવો રહે છે. તેની આયુ:સ્થિતિ પલ્યોપમની છે અને તેઓ મહાઋદ્ધિમત છે.
ક્ષીરોદ-સમુદ્ર - ક્ષીરવર દ્વીપને વીંટળાઈને ક્ષીરોદ સમુદ્ર રહેલ છે. તેનું સંસ્થાન વૃત્ત-વલયાકાર છે. તેના દ્વાર, તારોનું અંતર, પદ્મવરવેદિકા અને વનખંડ વગેરેનું વર્ણન પૂર્વવત્ સમજી લેવું. તેનું પાણી ચક્રવર્તી રાજા માટે બનાવેલ ક્ષીર સમાન પોષણ કરનારું તથા સ્વાદિષ્ટ હોય છે. માટે આ સમુદ્ર ક્ષીરો સમુદ્ર કહેવાય છે. અહીં વિમલ તથા વિમલપ્રભ નામના મહર્ધિક યાવતુ પલ્યોપમની આયુ:સ્થિતિવાળા બે દેવો વસે છે.
ઘતવરદ્વીપ - ક્ષીરોદ સમુદ્રને વીંટળાઈને ગોળાકાર સંસ્થાનયુક્ત ધૃતવરદ્વીપ” નામનો દ્વીપ છે. તે સમચક્રાકાર સંસ્થાન યુક્ત છે. તેનાં વિખંભ અને પરિધિ સંખ્યાત લાખ યોજન છે. આ દ્વીપમાં ઠેર-ઠેર વાપિકાઓ વગેરે છે. તેમાં ધૃતોદક ભરેલું છે. માટે આ દ્વીપ ધૃતવર દ્વીપ કહેવાય છે. અહીં પલ્યોપમની આયુ:સ્થિતિવાળા કનક અને કનકપ્રભ નામના બે મહદ્ધિક દેવો વસે છે.
વૃતોદ સમુદ્ર - વૃતવર સમુદ્રને ચારેબાજુ ઘેરીને રહેલાં સમુદ્રનું નામ ધૃતોદ સમુદ્ર છે. કારણકે તેમાં પાણી. શરદઋતુનો ગાયના ઘીનાં ખાંડથી પણ વધુ સ્વાદિષ્ટ હોય છે. આ સમુદ્રની પરિધિ આદિ સંખ્યાત લાખ યોજન છે. અહીં પલ્યોપમની આયુ:સ્થિતિવાળા કાત્ત અને સુકાન્ત નામના બે મહદ્ધિક દેવ વસે છે.
વર દ્વીપ - આ દ્વીપ ધૃતોદ સમુદ્રને વીંટળાઈને ગોળ વલયાકાર સંસ્થાનવાળો ફોદવરનામનો દ્વીપ રહેલ છે. તેનાં વિકુંભ, પરિધિ આદિ સંખ્યાત લાખ યોજનની છે. અહીંની વાવડીઓ વગેરેમાં પાણી શેરડીનાં રસ જેવું સ્વાદિષ્ટ છે. માટે આનું નામ ક્ષોદવર દ્વીપ છે. અહીં પલ્યોપમની સ્થિતિવાળો સુપ્રભ અને મહાપ્રભ નામના બે મહદ્ધિક દેવો રહે છે.
લોદોદ સમુદ્ર - ફોરવર હીપને વીંટળાઈને ગોળાકારે રહેલ સમુદ્રનું નામ ક્ષોદોદ સમુદ્ર છે. તેનું પાણી પોં જનપદમાં થયેલ સુપાચ્ય સુગંધિત ઈશુરસથી અધિક સ્વાદિષ્ટ છે. તેનું પરિધિ વગેરે સંખ્યાત લાખ યોજના પ્રમાણે છે. અહીં પલ્યોપમની આયુ:સ્થિતિવાળા પૂર્ણભદ્ર અને મણિભદ્ર નામના બે મહદ્ધિક દેવો વસે છે. આ બધા દીપ-સમુદ્રોનાં નામ શાશ્વત યાવત્ નિત્ય છે.
નંદીશ્વર દ્વીપ-સમુદ્ર અધ્યયન : સૂત્ર ૯૦૫ થી ૯૨૦ પૃ. ૪૫૩–૪૨ | નંદીશ્વર દ્વીપ - નંદીશ્વર દીપ ક્ષદોદ સમુદ્રને વીંટળાઈને રહેલો ગોળ-વલયાકાર દ્વીપ છે. સમચક્રાકારના આકારવાળું છે. આ દીપની પહોળાઈ-પરિધિ સંખ્યાત લાખ યોજન છે. આ દ્વીપના ગોળાકાર વિકંભનાં મધ્યભાગમાં ચારે દિશામાં ચાર અંજનકપર્વતો છે. તે ૮૪000 યોજન ઉંચા અને એક હજાર યોજન ભૂમિમાં ઊંડા છે. આ પર્વતો મૂળમાં ૧૦,૦૦૦ યોજન, ધરણીતલ પૃથ્વી ઉપર કંઈક અધિક ૧૦,૦00 યોજન તથા ઉપર ૧૦00 યોજન લાંબા-પહોળા છે. તથા પરિધિ કંઈક અધિક મૂળમાં ૩૧, ૬૨૩ યોજન, ધરણીતલ પૃથ્વી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org